શોધખોળ કરો

IPL 2024: CSK ને લાગ્યો મોટો ઝટકો, કૉનવે બાદ આ સ્ટાર બોલર થયો ઈજાગ્રસ્ત 

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન એટલે કે આઈપીએલ 2024ની શરૂઆત થવામાં વધુ સમય બાકી નથી. આઈપીએલ  22 માર્ચથી શરૂ થશે.

Matheesha Pathirana Injury Update: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન એટલે કે આઈપીએલ 2024ની શરૂઆત થવામાં વધુ સમય બાકી નથી. આઈપીએલ  22 માર્ચથી શરૂ થશે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમવાની છે. આ પહેલા એમએસ ધોનીની ટીમ એક પછી એક ઝટકાઓનો સામનો કરી રહી છે. પ્રથમ ઓપનર ડેવોન કૉનવે ઈજાગ્રસ્ત થયો હતો અને મે સુધી ટુર્નામેન્ટમાંથી બહાર હતો. હવે ટીમની સ્ટાર ફાસ્ટ બોલર મથીશા પથિરાના પણ ઈજાગ્રસ્ત થયો છે.

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના ડાબા પગમાં 'ગ્રેડ એક હેમસ્ટ્રિંગ' સ્ટ્રેઈનથી પીડાઈ રહ્યો છે. શ્રીલંકાના આ બોલરને 6 માર્ચે સિલહટમાં બાંગ્લાદેશ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ દરમિયાન આ ઈજા થઈ હતી, જેના કારણે તે પોતાનો સ્પેલ પણ પૂરો કરી શક્યો ન હતો અને મેદાનની બહાર ગયો હતો.

નોંધનીય છે કે પથિરાના બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં પણ રમી શક્યો ન હતો. જો કે, શ્રીલંકા ક્રિકેટે તે ક્યારે ફિટ થશે તે અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી, ન તો તબીબી ટીમે તેની ઈજા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે.

ઘણા મીડિયા અહેવાલોમાં, આઈપીએલના એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ગ્રેડ એક હેમસ્ટ્રિંગ સ્ટ્રેઈનમાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં લગભગ બે અઠવાડિયા લાગે છે. આથી હવે જોવાનું એ રહે છે કે મથીશા પથિરાના ક્યારે ટીમ સાથે જોડાય છે. આ સમયે તે કહેવું ઘણું મુશ્કેલ હશે કે તે શરૂઆતની કેટલીક મેચો માટે ઉપલબ્ધ રહેશે કે નહીં.

ચેન્નાઈ સુપર કિંગ્સના છેલ્લા આઈપીએલ ખિતાબમાં પથિરાનાએ મોટી ભૂમિકા ભજવી હતી, તેણે 12 મેચમાં 19 વિકેટ લીધી હતી. ધોની આ બોલરનો છેલ્લી ઓવરોમાં સારી રીતે ઉપયોગ કરે છે અને આ યુવા બોલર પણ પોતાના કેપ્ટનના ભરોસા પર ખરા ઉતરે છે.

ચેન્નાઈનો ઓપનર ડેવોન કૉનવે આઈપીએલનો ઓછામાં ઓછો પ્રથમ હાફ રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેનને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝમાં અંગૂઠામાં ઈજા થઈ હતી, જેના કારણે તે બે ટેસ્ટ મેચની સીરીઝમાં રમી રહ્યો નથી. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
           
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Embed widget