RCB vs KKR: બેંગલુરુએ કોલકાતાને આપ્યો 183 રનનો ટાર્ગેટ , કિંગ કોહલીની વિસ્ફોટક બેટિંગ
IPL 2024, RCB vs KKR Score Live: અહીં તમને રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
IPL 2024 RCB vs KKR Innings Highlights: વિરાટ કોહલીએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને સારી શરૂઆત આપી. જોકે, તેની સાથે ઓપનિંગ કરનાર કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ વહેલો પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારપછી કેમેરોન ગ્રીને કોહલી સાથે મળીને બીજી વિકેટ માટે 65 રનની સારી ભાગીદારી કરી અને ટીમને 20 ઓવરમાં 182/6 રનના કુલ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કોહલીએ ટીમ માટે 59 બોલમાં 83* રનની ઇનિંગ રમી જેમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.
કોલકાતાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જે તેમના માટે બહુ સારુ સાબિત ન થયું. જોકે આરસીબીએ ખૂબ જ આક્રમક રીતે શરૂઆત કરી હતી, પરંતુ તેઓ તે રીતે ઇનિંગ્સ પૂરી કરી શક્યા ન હતા. અંતે, KKRએ ચૂસ્ત બોલિંગ કરી અને RCBને ઘણી હદ સુધી રન બનાવતા અટકાવી. આરસીબીની શરૂઆત જોઈને લાગતું હતું કે તેઓ 200 રનનો લક્ષ્યાંક આપશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. આ દરમિયાન KKRના સ્ટાર્કે 4 ઓવરમાં 47 રન આપ્યા અને તેને કોઈ વિકેટ મળી ન હતી.
Innings Break‼️
A Virat Kohli masterclass propels #RCB to 182/6 🙌
Will #KKR chase it down? 🤔
Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa #TATAIPL | #RCBvKKR pic.twitter.com/J0a7geIo52 — IndianPremierLeague (@IPL) March 29, 2024
જો કે કેકેઆરએ આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને શરૂઆતમાં પેવેલિયન મોકલીને સારી શરૂઆત કરી હતી, પરંતુ તે પછી તેના બોલરો કંઈ ખાસ કરી શક્યા ન હતા. કોલકાતાના ફિલ્ડરોએ ગ્લેન મેક્સવેલના બે કેચ છોડ્યા હતા. કોહલી-કાર્તિકની જોડીએ મિચેલ સ્ટાર્કની ઈનિંગની છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં બંનેએ 16 રન બનાવ્યા હતા. આ સાથે બેંગલુરુએ 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવીને કોલકાતાને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિરાટ કોહલી 59 બોલમાં 83 રન બનાવીને અણનમ રહ્યો હતો.
કેકેઆરની પ્લેઈંગ ઈલેવન
ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નરેન, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
આરસીબીની પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.