(Source: ECI/ABP News/ABP Majha)
RR vs LSG: જીતેલી મેચ હારી ગયું લખનૌ,રાજસ્થાને છેલ્લી ઓવરોમાં પલટી બાજી
RR vs LSG: રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ 24 માર્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 193 રન બનાવ્યા હતા.
RR vs LSG: રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ 24 માર્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 193 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમે શરૂઆતમાં વધુ વિકેટ ગુમાવી હતી, જેના કારણે તે માત્ર 173 રન બનાવી શકી હતી. મેચમાં સંજુ સેમસને 52 બોલમાં 82 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 3 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. રિયાન પરાગ પણ મેચનો હીરો રહ્યો હતો જેણે 29 બોલમાં 43 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ અને નિકોલસ પૂરન વચ્ચે 85 રનની ભાગીદારીએ મેચને રોમાંચક બનાવી દીધી હતી. કેએલ રાહુલે 44 બોલમાં 58 રન અને નિકોલસ પુરને 41 બોલમાં 64 રન બનાવ્યા હતા. પુરન અંત સુધી ક્રિઝ પર રહ્યો, પરંતુ સંદીપ શર્મા અને આવેશ ખાનની ધારદાર બોલિંગે રાજસ્થાનનો વિજય સુનિશ્ચિત કર્યો. આ મેચમાં રાજસ્થાને લખનૌને 20 રને હરાવ્યું છે.
.@rajasthanroyals start on the right note ✅
Record a convincing win and earn the important 2️⃣ points courtesy Captain Sanju Samson
Scorecard ➡️ https://t.co/MBxM7IvOM8#TATAIPL | #RRvLSG pic.twitter.com/jLkRYD0j7D — IndianPremierLeague (@IPL) March 24, 2024
લખનૌને છેલ્લી 3 ઓવરમાં 42 રનની જરૂર હતી, પરંતુ 18મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા રવિચંદ્રન અશ્વિને માર્કસ સ્ટોઈનિસની વિકેટ લઈને મેચનો માર્ગ બદલી નાખ્યો. તેણે આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. બાકીનું કામ સંદીપ શર્માએ 19મી ઓવરમાં કર્યું હતું. 19મી ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં સંદીપે માત્ર 11 રન આપીને મેચ રાજસ્થાનના હાથમાં રાખી દીધી હતી. ખાસ કરીને 20મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા આવેશ ખાને ઘણા પ્રભાવિત કર્યા, જેણે ક્રિઝ પર જામેલા નિકોલસ પૂરનને હાથ ખોલવાની તક પણ ન આપી. આવેશે છેલ્લી ઓવરમાં માત્ર 6 રન આપ્યા હતા.
બોલરોએ રાજસ્થાનને જીત અપાવી હતી
રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે સારી શરૂઆત કરી હતી, પરંતુ તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. પરંતુ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનની કેપ્ટનશીપમાં 82 રનની ઈનિંગ તેના જબરદસ્ત ફોર્મ વિશે જણાવી રહી છે. બોલિંગમાં રાજસ્થાનના ખેલાડીઓ થોડા સારા સાબિત થયા હતા. જો કે ટ્રેન્ટ બોલ્ટને એક ઓવરમાં સારા રન પડ્યા હતા, પરંતુ તેણે 4 ઓવરમાં 35 રન આપીને 2 મહત્વની વિકેટો લીધી હતી. અશ્વિન અને સંદીપ શર્માએ પણ છેલ્લી ઓવરોમાં ખૂબ જ ચુસ્ત બોલિંગ કરીને રાજસ્થાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે 19મી ઓવરમાં સંદીપ શર્માએ માત્ર 11 રન આપીને રાજસ્થાન રોયલ્સની જીત લગભગ સુનિશ્ચિત કરી હતી. આવેશ ખાને છેલ્લી ઓવરમાં ચુસ્ત બોલિંગ કરી હતી. આવેશે મેચમાં 3 ઓવરમાં માત્ર 21 રન આપ્યા હતા.