ખાખીને સલામ, સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન
રાજકોટમાં સમૂહ લગ્નનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં આયોજકો ફરાર થઈ જતા જાનૈયાઓ રળઝી પડ્યા હતા.

રાજકોટ: રાજકોટમાં સમૂહ લગ્નનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નમાં આયોજકો ફરાર થઈ જતા જાનૈયાઓ રળઝી પડ્યા હતા. વર તેમજ કન્યા પાસેથી પૈસા લઈ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે વર તેમજ કન્યા પક્ષનાં લોકો સમૂહ લગ્ન સ્થળે પહોંચતા જ ત્યાં કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. નવી જિંદગીની શરુઆત કરે તે પહેલા જ વર-વધુના સપના ચકનાચૂર થઈ ગયા છે. રાજકોટમાં અટવાયેલા સમૂહ લગ્નને પોલીસે ફરી શરુ કરાવ્યા હતા.
પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ થઈ
મીડિયાની જાગૃતતા અને પોલીસની માનવતાથી લગ્ન વિધિ શરુ કરવામાં આવી હતી. હાજર વરઘોડીયાઓની લગ્નવિધિ કરાવી આપવા પોલીસે સંકલ્પ કર્યો હતો. દીકરીઓના ચહેરા પર હરખના આંસુ લાવવાનો સંકલ્પ સાકાર થયો હતો. રાજકોટ પોલીસે જમવાની પણ વ્યવસ્થા કરી હતી. બોલબાલા ટ્રસ્ટના સહયોગથી જમણવારની વ્યવસ્થા કરાઈ છે.
વરઘોડીયાના ત્યારે હોંશી ઉડ્યા જ્યારે વાજતે ગાજતે જાન મંડપે પહોંચ્યા પછી ખબર પડી કે, સમુહલગ્નના આયોજકો તો ફરાર થઈ ગયા છે. જેવી આયોજકો ફરાર થઈ ગયા છે તેવી જાણ થતા તમામના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 28 નવ દંપત્તિ લગ્નના તાંતણે બંધાવાના હતા. જોકે જ્યારે લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી.
15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ
કન્યા પક્ષ અને વરપક્ષ બન્ને પાસેથી 15-15 હજાર રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન.વી ઈવેન્ટ ગ્રુપના નામથી રસીદ આપવામાં આવી હતી. ડિસેમ્બર-2024માં સમૂહ લગ્ન માટેનું બુકિંગ કરવામાં આવ્યું હતું. હવે રુપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે. તેમણે ફોન પણ સ્વીસ ઓફ કરી દીધો છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરુ કરી હતી.
આયોજકો ફરાર થઈ ગયા
ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા છે. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.
આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા રજળી પડ્યા છે. લગ્નના વીડિયોગ્રાફીનો ઓર્ડર પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. એબીપી અસ્મિતા પર વીડિયોગ્રાફી કરનાર સુરેશભાઈએ દાવો કર્યો કે, રૂદ્રાક્ષ વીડિયોનો ઓર્ડર ગઈકાલે જ આયોજકોએ રદ્દ કરી દીધો હતો. ગઈકાલે ભજનનો કાર્યક્રમ પણ રદ્દ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પર કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવવાાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
