શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક  વખત માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક  વખત માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 26 ફેબ્રુઆરીથી માર્ચ મહિના સુધીમાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.      
 
મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા

અંબાલાલે વધુમાં જણાવ્યું કે 27 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, જે 31 થી 25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેમના અનુમાન મુજબ, ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.

ઠંડીનો ચમકારો વધવાની શક્યતા

આ ફેરફારના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો પણ અનુભવાય તેવી શક્યતા છે. આ આગાહીને પગલે ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. માવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ પણ આગામી દિવસોમાં માવઠા અંગે વધુ અપડેટ્સ અને માર્ગદર્શન આપશે.

અંબાલાલ પટેલની આ આગાહીને ગંભીરતાથી લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવા અને માવઠા દરમિયાન સલામતી જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી

કાલે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. રાજ્યમાં કમોસમી વરસાદ અને  માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી દિધી છે. 

પંજાબ અને હરિયાણામાં પણ વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, લદાખમાં 27 ફેબ્રુઆરી સુધી અને હિમાચલ પ્રદેશમાં પણ 27 ફેબ્રઆરી સુી વરસાદની શક્યતાઓ છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 24 ફેબુઆરીથી શરુ થવાનું છે. આ કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનમાં પલટો આવશે.  પંજાબ હરિયાણા, ચંડીગઢમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget