શોધખોળ કરો
IND vs BAN: રોહિત શર્માએ 11 હજાર રન બનાવી રચ્યો ઇતિહાસ, તોડ્યો ‘ક્રિકેટના ભગવાન’નો રેકોર્ડ; માત્ર વિરાટ કોહલી આગળ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે ધમાકેદાર ઇનિંગ, સૌથી ઝડપી 11,000 વનડે રન બનાવવામાં વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં શાનદાર બેટિંગ કરતાં રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં 11 હજાર રનનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે જ તેણે ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
1/5

ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત બાંગ્લાદેશ સામેની મેચથી થઈ અને રોહિત શર્માએ આ મેચમાં આક્રમક શરૂઆત કરી હતી. તેણે માત્ર 36 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 41 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન જ રોહિતે વનડે ક્રિકેટમાં 11 હજાર રન પૂરા કર્યા હતા.
2/5

આ સિદ્ધિ મેળવવાની સાથે જ રોહિત શર્મા વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી 11 હજાર રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. તેણે આ માટે માત્ર 261 ઇનિંગ્સ લીધી છે.
3/5

આ યાદીમાં સચિન તેંડુલકર હવે ત્રીજા સ્થાને આવી ગયા છે. સચિન તેંડુલકરે 276 ઇનિંગ્સમાં 11 હજાર વનડે રન બનાવ્યા હતા. જ્યારે આ યાદીમાં પ્રથમ સ્થાને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી છે. વિરાટ કોહલીએ માત્ર 222 ઇનિંગ્સમાં 11 હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
4/5

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માનું ડેબ્યૂ શાનદાર રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા રોહિતે આ ઇનિંગથી ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં પણ રોહિતે 119 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
5/5

રોહિત શર્માના વનડે કરિયરની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 269 મેચોમાં 11029 રન બનાવ્યા છે. જેમાં 32 સદી અને 57 અડધી સદી સામેલ છે. વનડે ક્રિકેટમાં રોહિત શર્મા 3 બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 264 રન છે.
Published at : 20 Feb 2025 08:46 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
