IPL 2026: આજે દિલ્હી અને પંજાબ વચ્ચે ટક્કર, કોની થશે જીત? જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ
IPL 2026 DC vs PBKS: આજે શનિવારે ડબલ-હેડરનો પહેલો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. તો ચાલો જાણીએ કે આ સ્પર્ધામાં કઈ ટીમ બાજી મારી શકે છે.

- આજે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ.
- દિલ્હી ચોથી જીત મેળવી સ્થિતિ સુધારવા પ્રયાસ કરશે.
- પંજાબ શાનદાર ફોર્મમાં, પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ.
- હેડ ટુ હેડ આંકડા મુજબ બંને ટીમો બરાબર.
IPL 2026 DC vs PBKS: આજે (25 એપ્રીલ) વીકેન્ડનું પહેલું ડબલ હેડર હશે. પ્રથમ મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. દિલ્હી માટે આ મેચ ખૂબ જ મહત્વની રહેશે. મેચ દ્વારા દિલ્હી ચોથી જીત મેળવીને પોતાને વધુ સારી સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ પંજાબ શાનદાર ફોર્મમાં છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ મુકાબલામાં કઈ ટીમ બાજી મારી શકે છે.
દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં 6 ઠ્ઠા સ્થાને છે, જ્યારે પંજાબ પ્રથમ નંબર પર બિરાજમાન છે. બંને ટીમોએ 6-6 મેચ રમી લીધી છે, જેમાંથી પંજાબે 5 માં જીત મેળવી છે અને ટીમની બાકીની એક મેચ અનિર્ણિત રહી હતી. દિલ્હીએ 3 મેચમાં જીત નોંધાવી છે અને 3 માં હારનો સામનો કરવો પડ્યો છે.
દિલ્હી વિરુદ્ધ પંજાબ હેડ ટુ હેડ
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધી 35 મેચ રમાઈ ચૂકી છે. આ મેચોમાં બંને ટીમોએ 17-17 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. ગત સીઝનમાં બંને વચ્ચે 2 મેચ થઈ હતી, જેમાં એકમાં દિલ્હીએ જીત મેળવી હતી અને બાકીની એક મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.
આજે કોની જીત થશે?
હેડ ટુ હેડના આંકડામાં બંને ટીમોની સ્થિતિ એકદમ બરાબર છે. પરંતુ ચાલુ સીઝનમાં પંજાબનું પ્રદર્શન અત્યંત શાનદાર રહ્યું છે. એવામાં પંજાબનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. અમારું પ્રિડિક્શન મીટર પણ એવું જ કહે છે કે આજની મેચમાં પંજાબ કિંગ્સ જ બાજી મારી શકે છે.
પંજાબ કિંગ્સની સ્ક્વોડ
પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાખ, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ, બેન ડ્વારશુઈસ, લોકી ફર્ગ્યુસન, અઝમતુલ્લા ઉમરઝઈ, મિશેલ ઓવેન, હરનૂર સિંહ, મુશીર ખાન, પાયલા અવિનાશ, વિશાલ નિષાદ, પ્રવીણ દુબે.
દિલ્હી કેપિટલ્સની સ્ક્વોડ
પથુમ નિસાંકા, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ રાણા, સમીર રિઝવી, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, અક્ષર પટેલ (કેપ્ટન), કુલદીપ યાદવ, લુંગી એન્ગીડી, મુકેશ કુમાર, ટી નટરાજન, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, ત્રિપુરાના વિજય, ઓકિબ નબી ડાર, મિશેલ સ્ટાર્ક, કાઈલ જેમીસન, રેહાન અહેમદ, અજય જાદવ મંડલ, પૃથ્વી શો, અભિષેક પોરેલ, સાહિલ પારખ, વિપ્રજ નિગમ, માધવ તિવારી.



















