શોધખોળ કરો
Advertisement
IPL: પ્લે-ઓફનાં 3 સ્થાન માટે 4 ટીમો વચ્ચે જોરદાર જંગ, જાણો કઈ ટીમ હારે કે જીતે તો કઈ ટીમને ફાયદો ?
ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમો ફેંકાઈ ગઈ છે પણ બાકીની 5 ટીમો હજી પણ પ્લે-ઓફનાં 3 સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ સીઝન છેલ્લા તબક્કામાં પહોંચી છે અને હવે માત્ર બે જ મેચો બાકી છે ત્યારે ભારે રોમાંચક સ્થિતી છે. પ્લે-ઓફમાં પહોંચનારી ચાર ટીમોમાંથી માત્ર એક જ ટીમ નક્કી થઈ છે અને ત્રણ ટીમ ફેંકાઈ ગઈ છે ત્યારે બાકી રહેલાં 3 સ્થાન માટે 4 ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા છે.
અત્યારે જે સ્થિતી છે તેમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમ જ પ્લે-ઓફમા પહોંચી છે. મુંબઈ ઈન્ડિયન્સ 18 પોઇન્ટ સાથે ટોચ પર છે અને તેનું સ્થાન નક્કી છે કેમ કે બીજી કોઈ ટીમ હવે 18 પોઈન્ટ પર પહોંચી શકે તેમ નથી પરંતુ પ્લે ઓફમાં રમનારી બાકીની 3 ટીમની ટીમો કઈ હશે તે અંગેનું ચિત્ર અત્યારે સ્પષ્ટ નથી. ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કિંગ્સ ઈલેવન પંજાબની ટીમો ફેંકાઈ ગઈ છે પણ બાકીની 5 ટીમો હજી પણ પ્લે-ઓફનાં 3 સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.
ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પહેલાં જ ફેંકાઈ ગઈ હતી પણ તેણે રવિવારે કિંગ્સ ઈલેવન પંજાબને હરાવીને રાજસ્થાનને બહાર ફેંકી દીધું છે. પ્લે-ઓફમાં પહોંચવા તેણે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ફરજિયાત અને મોટા માર્જિનથી હરાવવી જરૂરી હતી પણ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે પંજાબ ના જીતતાં તેના 12 પોઈન્ટ જ રહી જતાં હવે તે ફેંકાઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સની મેચમાં કોલકાત્તા મોટા માર્જિનથી જીતતાં તેની આશા મરી પરવારી છે.
હવે બાકી રહેલી મેચોમાં હૈદરાબાદ સનરાઈઝર્સ મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતે તો પ્લે-ઓફમાં જશે કેમ કે તેના 14 પોઈન્ટ થશે અને તેનો રન રેટ મુંબઈ પછી સૌથી સારો છે. રોયલ ચેલેન્જર બેંગલોર અને દિલ્હી ઈન્ડિયન્સની મેચમાં જીતનારી ટીમ પ્લે-ઓફમાં જશે જ્યારે હારનારી ટીમ માટે વિમો છે. મોટા માર્જિનથી હારનારી ટીમ પ્લે-ઓફમાંથી ફેંકાઈ જાય એવું બને. અલબત્ત કોલકાત્તાની સરખામણીમાં આ બંને ટીમો માટે વધારે તક છે. હૈદરાબાદ હારી જાય ત બંને ટીમ પ્લે-ઓફમાં જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement