IPL Auction 2022: લોર્ડ શાર્દુલ હવે નહીં જોવા મળે ધોનીની ટીમમાં, જાણો 10.75 કરોડમાં કઈ ટીમે કર્યો કરારબદ્ધ
IPL Players Auction 2022: અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા.
IPL Auction 2022: આઈપીએલની મેગા હરાજીનો આજે પ્રથમ દિવસ છે. અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ લોટરી લાગી છે.
શાર્દુલને કોણે ખરીદ્યો
લોર્ડ શાર્દુલ ઠાકુરને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો છે. દિલ્હી કેપિટલ્સે આ માટે 10.75 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અત્યાર સુધીમાં 9 ખેલાડીઓને 10 કરોડથી વધારે રકમમાં ખરીદવામાં આવ્યા છે.
How is that for a bid? @DelhiCapitals fans are you happy to have Shardul in your team? #TATAIPLAuction @TataCompanies pic.twitter.com/SDcyitfNuq
— IndianPremierLeague (@IPL) February 12, 2022
ગુજરાત ટાઈટન્સે લોકી ફર્ગ્યુસનને કર્યો કરારબદ્ધ
ગુજરાત ટાઈટન્સ ખૂબ ચીવટથી ખેલાડીઓને પસંદ કરી રહી છે. ન્યૂઝીલેન્ડના લોકી ફર્ગ્યુસનને 10 કરોડમાં ગુજરાત ટાઈટન્સે કરારબદ્ધ કર્યો છે. ગુજરાત ટાઈટન્સ આ પહેલા હાર્દિક પંડ્યા 15 કરોડ
રાશિદ ખાન 15 કરોડ, શુભમન ગિલ 7 કરોડ, મોહમ્મદ શમી 6.25 કરોડ અને જેસન રોયને 2 કરોડમાં લઇ ચૂક્યું છે.
કિશન હરાજીમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો ભારતીય બન્યો
ઈશાન કિશન આઈપીએલના ઈતિહાસમાં હરાજીમાં વેચાયેલો બીજો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. મુંબઈએ ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ યાદીમાં યુવરાજ સિંહ નંબર વન પર છે. હરાજીમાં પ્રથમ વખત મુંબઈએ કોઈ ખેલાડી માટે 10 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવી.
વોશિંગ્ટન સુંદર અને કૃણાલ પંડ્યાને પણ મોટી રકમ મળી
વોશિંગ્ટન સુંદર, જે ગત સિઝન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો, તેને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 8.75 કરોડમાં ખરીદ્યો હતો લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહેલા કૃણાલ પંડ્યાને લખનૌ સુપર જાયન્ટ્સે 8.25 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
શ્રીલંકાના હસરંગાને લાગી લોટર, બન્યો અત્યાર સુધીનો સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી
શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાની કિસ્મત પણ ચમકી છે. તેને બેંગ્લોરની ટીમે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. આઈપીએલના ઈતિહાસમાં સૌતી મોંઘો વેચાયેલો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી કોઈ પણ શ્રીલંકન ખેલાડીને વિશ્વની સૌથી લોકપ્રિય લીગમાં આટલી રકમ મળી નથી. હસરંગા ગત વર્ષે યુએઈમાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરીને સમાચારમાં આવ્યો હતો. આ ઉપરાંત ગત વર્ષે દમદાર પ્રદર્શન કરીને આઈપીએલ હરાજીમાં ઓળખ બનાવી હતી.