IPL Auction 2022: આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી બન્યો વાનિંદુ હસરંગા, જાણો કઈ ટીમે કેટલા કરોડમાં ખરીદ્યો
IPL Players Auction 2022: અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા.
IPL Auction, Wanindu Hasaranga Sold: આઈપીએલની મેગા હરાજીનો આજે પ્રથમ દિવસ છે. અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા.
શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાની કિસ્મત પણ ચમકી છે. તેને બેંગ્લોરની ટીમે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. આઈપીએલના ઈતિહાસમાં સૌતી મોંઘો વેચાયેલો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી કોઈ પણ શ્રીલંકન ખેલાડીને વિશ્વની સૌથી લોકપ્રિય લીગમાં આટલી રકમ મળી નથી.
હસરંગા ગત વર્ષે યુએઈમાં રમાયેલા ટી20 વર્લ્ડકપમાં શાનદાર દેખાવ કરીને સમાચારમાં આવ્યો હતો. આ ઉપરાંત ગત વર્ષે દમદાર પ્રદર્શન કરીને આઈપીએલ હરાજીમાં ઓળખ બનાવી હતી.
Hasaranga all set to don the @RCBTweets jersey 😎👏#TATAIPLAuction @TataCompanies pic.twitter.com/B8nLmkpMzs
— IndianPremierLeague (@IPL) February 12, 2022
IPL Auction 2022: માર્કી લિસ્ટના કયા ખેલાડી કેટલા કરોડમાં વેચાયા ?
શિખર ધવન, રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડીકોક, ફાફ ડુપ્લેસિસ, પેટ કમીન્સ, કાગીસો રબાડા અને ડેવિડ વોર્નર સામેલ છે.
- શિખર ધવન – 8.25 કરોડ, પંજાબ કિંગ્સ
- રવિચંદ્રન અશ્વિન - 5 કરોડ, રાજસ્થાન રોયલ્સ
- પેટ કમિન્સ - 7.25 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
- કાગીસો રબાડા - 9.25 કરોડ, પંજાબ કિંગ્સ
- ટ્રેન્ટ બોલ્ટ - 8 કરોડ, રાજસ્થાન રોયલ્સ
- શ્રેયસ અય્યર - 12.25 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
- મોહમ્મદ શમી - 6.25 કરોડ, ગુજરાત ટાઇટન્સ
- ફાફ ડુ પ્લેસિસ - 7 કરોડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- ક્વિન્ટન ડી કોક - 6.75 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
- ડેવિડ વોર્નર 6.75 કરોડ, દિલ્હી કેપિટલ્સ
IPL Auction 2022: RCB એ આ ગુજરાતી ખેલાડીને ટીમમાં લેવા કેટલા કરોડ ખર્ચ્યા ? કોહલીનો છે માનીતો