IPL Auctions 2022: ગુજરાત ટાઈટન્સે 20 લાખની બેસ પ્રાઇઝવાળા આ ખેલાડીને 2.60 કરોડમાં ખરીદ્યો
IPL Auctions 2022: અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા.
IPL Auctions 2022: આઈપીએલની મેગા હરાજીનો આજે પ્રથમ દિવસ છે. અત્યાર સુધીમાં અનેક ભારતીય અને વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ચુકી છે. જ્યારે કેટલાક દિગ્ગજોને કોઈ ખરીદદાર નથી મળ્યા. ગુજરાત ટાઈટન્સે 20 લાખ બેસ પ્રાઇઝ ધરાવતા ખેલાડીને 2.60 કરોડમાં ખરીદ્યો છે.
ગુજરાત ટાઈટન્સને કોને ખરીદ્યો
ગુજરાત ટાઈટન્સે 20 લાખની બેસ પ્રાઇઝ ધરાવતા અભિનવ સદરંગાનીને 2.60 કરોડમાં ખરીદ્યો છે. 27 વર્ષીય આ ખેલાડીનો જન્મ બેંગ્લોરમાં થયો છે. તે જમણેરી બેટ્સમેન છે અને લેગબ્રેક બોલિંગ પણ કરે છે. આ ગુજરાત ટાઈટન્સે ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસનને 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ગુજરાત ટાઈટન્સે કેટલા ખેલાડીને ખરીદ્યા
- હાર્દિક પંડ્યા 15 કરોડ
રાશિદ ખાન 15 કરોડ
શુભમન ગિલ 7 કરોડ
મોહમ્મદ શમી 6.25 કરોડ
જેસન રોય 2 કરોડ
લોકી ફર્ગ્યુસન 10 કરોડ - અભિનવ સદરંગાની 2.60 કરોડ
ગુજરાત ટાઈટન્સના એક સહિત આ 9 ખેલાડીઓ લાગી લોટરી
અત્યાર સુધી યોજાયેલી હરાજીમાં 9 ખેલાડીઓને 10 કરોડથી વધુની રકમ મળી છે. જેમાં ઈશાન કિશન, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષલ પટેલ, લોકી ફર્ગ્યુસન, નિકોલસ પૂરન અને વાનિન્દુ હસરંગાનો સમાવેશ થાય છે.
આ ખેલાડીઓને ન મળ્યાં કોઈ ખરીદદાર
અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને ખરીદદારો મળ્યા નથી. તેની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. આ સિવાય મિસ્ટર આઈપીએલ તરીકે જાણીતા સુરેશ રૈના, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથ, બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરને કોઈ ખરીદદાર મળ્યા નથી. ભારતના લેગ સ્પીનર અમિત મિશ્રા અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ વેડ અને એડમ ઝેમ્પાને પણ કોઈ ખરીદ્યા નથી. સાઉથ આફ્રિકાના ઈમરાન તાહિર, ઈંગ્લેન્ડના આદિલ રશીદ, અફઘાનિસ્તાનના મુજીબ ઝરદાનને કોઈએ હરાજીમાં ખરીદ્યા નથી.
Abhinav Sadarangani is SOLD to @gujarat_titans for INR 2.6 crore #TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 12, 2022