IPL Final 2023: ફાઈનલ મુકાબલામાં ફરી વરસાદ વિલન, DLS અનુસાર ચેન્નાઈને મળી શકે છે આટલો ટાર્ગેટ ?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા.
CSK vs GT, IPL Final 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નાઈની ટીમ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે તેની ઈનિંગના ત્રીજા બોલ બાદ જ વરસાદના કારણે રમત બંધ થઈ ગઈ હતી.
પ્રથમ ઓવરના 3 બોલની રમત બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે કોઈપણ નુકસાન વગર 4 રન બનાવ્યા હતા. અમદાવાદમાં હાલ વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી રમત શરૂ થઈ નથી. આ સ્થિતિમાં જો મેચમાં ઓવર ઓછી કરવામાં આવે તો ચેન્નાઈની ટીમે 5 ઓવરમાં 66 રનના ટાર્ગેટનો પીછો કરવો પડશે.
આ સિવાય જો મેચ 10 ઓવરની કરવાનો નિર્ણય લેવામાં આવે છે તો આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 123 રનના લક્ષ્યનો પીછો કરવો પડશે. આ સાથે જ ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ આપવામાં આવશે. આ મેચમાં જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે તેણે તે સમયે પોતાના નિર્ણય પાછળ વરસાદની શક્યતા જણાવી હતી.
ગુજરાતની બેટિંગમાં સાઈ સુદર્શન અને સાહાના બેટનો પાવર જોવા મળ્યો
આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ઇનિંગની વાત કરીએ તો તેમાં સાઇ સુદર્શન અને રિદ્ધિમાન સાહાના બેટનો પાવર જોવા મળ્યો હતો. સાહાએ આ મેચમાં 39 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. સાઈ સુદર્શને 47 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 214 રન બનાવવાની સાથે જ ગુજરાતે IPL ઈતિહાસની ફાઈનલ મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન
ગુજરાત ટાઇટન્સ પ્લેઈંગ ઈલેવન : રિદ્ધિમાન સાહા , શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (C), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી.
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્યે રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની , દીપક ચહર, મથિશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષણા.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે.