(Source: ECI/ABP News/ABP Majha)
IPL New Sponsor: ટાટા ગ્રુપ હશે આઈપીએલનું મુખ્ય સ્પોન્સર, ચાઇનીઝ કંપની Vivo નું લેશે સ્થાન
IPL New Title Sponsor: પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, આઈપીએલ અધ્યક્ષ બ્રજેશ પટેલે આ જાહેરાત કરી છે. ર
IPL New Sponsor: ટાટા ગ્રુપ ચાઈનીઝ મોબાઈલ નિર્માત કંપની વીવોના બદલે આઈપીએલની મુખ્ય સ્પોન્સર હશે. પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, આઈપીએલ અધ્યક્ષ બ્રજેશ પટેલે આ જાહેરાત કરી છે. રિપોર્ટ્સ મુજબ આઈપીએલ સ્પોન્સર બદલવાનો ફેંસલો મંગળવારે લીગની ગવર્નિંગ કાઉન્સિલ મીટિંગમાં લેવામાં આવ્યો છે.
Tata Group to replace Chinese mobile manufacturer Vivo as IPL title sponsor next year: IPL Chairman Brijesh Patel to PTI
— Press Trust of India (@PTI_News) January 11, 2022
ટીમ ઈન્ડિયાનો આ ઘાતક ખેલાડી અમદાવાદની કરશે કેપ્ટનશિપ ?
IPLની આગામી સિઝનથી બે નવી ટીમો અમદાવાદ અને લખનૌમાં ઉતરવાની છે. આ સાથે આઈપીએલમાં 2022થી 8ની જગ્યાએ 10 ટીમો એકબીજા સામે રમતા જોવા મળશે. આ દરમિયાન અમદાવાદ ફ્રેન્ચાઇઝીને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં અમદાવાદની ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.
આ સ્ટાર ઓલરાઉન્ડર 2015 માં તેની IPL ડેબ્યૂથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો હતો. પરંતુ તેને આગામી મેગા ઓક્શન પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા હાર્દિક પંડ્યાને આગામી સિઝન માટે તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે ટીમનું નેતૃત્વ કરવા માટે પણ તૈયાર છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. IPLમાં 92 મેચ રમી ચૂકેલા હાર્દિકે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે.
હાર્દિક ઉપરાંત અમદાવાદ ફ્રેન્ચાઈઝીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અફઘાન સ્પિનર રાશિદ ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાશિદને હૈદરાબાદ દ્વારા આગામી સિઝન પહેલા રિલીઝ કરવામાં આવ્યો છે. અમદાવાદની ટીમ સીવીસી કેપિટલની માલિકીની છે. CVC એ બે કંપનીઓમાંની એક હતી જેણે આગામી સિઝનથી IPLમાં રમાનારી બે નવી ફ્રેન્ચાઇઝીઓ માટે બિડ જીતી હતી. CVC કેપિટલ રૂ. 5625 કરોડની બિડ સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝી જીતી હતી. બીજી તરફ, RPSG ગ્રૂપે 7090 કરોડ રૂપિયાની બિડ સાથે લખનઉ ફ્રેન્ચાઇઝી જીતી હતી.