'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
Maharashtra Election 2024: સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાનું મન અમને ખબર હતું. અમારી 4-5 બેઠકો એમણે ચોરી કરી છે. દરેક મતદાર વિસ્તારમાં નોટોનું મશીન લગાવ્યું હતું.
Maharashtra Assembly Election Result 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતગણના દરમિયાન શિવસેના UBT સાંસદ સંજય રાઉતનું (Sanjay Raut) મોટું નિવેદન આવ્યું છે. સંજય રાઉતે કહ્યું, અમે જે જોઈ રહ્યા છીએ, તેનાથી લાગે છે કે કંઈક ગરબડ છે. આ જનતાનો નિર્ણય નથી. દરેક સમજી જશે કે અહીં શું ગરબડ છે. તેમણે (મહાયુતિ) એવું શું કર્યું કે તેમને 120થી વધુ બેઠકો મળી રહી છે? એવું કેવી રીતે છે કે મહારાષ્ટ્રમાં MVA ને 75 બેઠકો પણ નથી મળી રહી?
તેમણે કહ્યું, "બે દિવસ પહેલા અદાણી વિરુદ્ધ વોરંટ નીકળ્યું છે, તેમાં BJP ની પૂરી પોલ ખુલી ગઈ, તેનાથી ધ્યાન હટાવવા માટે આ બધું કરવામાં આવ્યું છે. મુંબઈ ગૌતમ અદાણીના ખિસ્સામાં જઈ રહ્યું છે. મહારાષ્ટ્રની જનતાનું મન અમને ખબર હતું. અમારી 4-5 બેઠકો એમણે ચોરી કરી છે. દરેક ચૂંટણી ક્ષેત્રમાં નોટોનું મશીન લગાવ્યું હતું, જે રાજ્યમાં સૌથી મોટી બેઈમાની થાય છે, તે રાજ્યની જનતા બેઈમાન નથી."
Mumbai | As Mahayuti has crossed the halfway mark in Maharashtra, Shiv Sena UBT leader Sanjay Raut says, "From what we are seeing, it seems that something is wrong. This was not the decision of the public. Everyone will understand what is wrong here. What did they (Mahayuti) do… pic.twitter.com/COjoVJpfi3
— ANI (@ANI) November 23, 2024
મહાયુતિ 215 બેઠકો પર આગળ
જણાવી દઈએ કે આ સમયે મહાયુતિ 215 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે MVA 61 બેઠકો પર આગળ છે. અહીં મુખ્ય મુકાબલો સત્તાધારી મહાયુતિ (BJP, શિવસેના અને NCP) અને મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ, શિવસેના UBT અને NCP શરદ પવાર) વચ્ચે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના (Maharashtra Assembly Election Result) પરિણામોને લઈને બધાની નજર મંડાયેલી છે.
અહીં 288 વિધાનસભા બેઠકો પર બધી પાર્ટીઓના કુલ 4,136 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારોમાં 2,086 અપક્ષ છે. 150થી વધુ બેઠકો પર બાગી ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મહાયુતિ અને MVA ના ઉમેદવારો પોતાની પાર્ટીના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચોઃ