UAEvIRE: આયરલેંડના આ ખેલાડીએ કોહલીનો તોડ્યો રેકોર્ડ, T20 ઈન્ટરનેશનલમાં આમ કરનારો બન્યો પ્રથમ ખેલાડી
સ્ટર્લિંગે 89મી મેચમાં વિરાટ કોહલીને પાછળ રાખ્યો હતોપો લ સ્ટર્લિંગે ટી-20માં 2495 રન બનાવ્યા છે અને કુલ 87 સિક્સર મારી છે તથા 288 ચોગ્ગા માર્યા છે.
UAEvIRE: આયરલેંડના ઓપનિંગ બેટ્સમેન પોલ સ્ટર્લિંગે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ રાખીને પોતાના નામે એક રેકોર્ડ કર્યો છે. તે ટી20 ઈન્ટરનેશલમાં સૌથી વધારે ચોગ્ગા મારનારો ખેલાડી બની ગયો છે. આજે યુએઈ સામે રમાયેલી મેચમાં તેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે ચોગ્ગા માર્યાના બનાવ્યો રેકોર્ડ
સ્ટર્લિંગે 89મી મેચમાં વિરાટ કોહલીને પાછળ રાખ્યો હતો. તેણે દુબઈમાં આઈસીસી એકેડમી મેદાન પર 35 બોલમાં 40 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે ચાર ચોગ્ગા માર્યા હતા. આ સાથે જ તેના નામે ઈન્ટરનેશનલ ટી20 ઈન્ટરનેશનલમાં 288 ચોગ્ગા થઈ ગયા છે. વિરાટના નામે 285 ચોગ્ગા છે.
કેવી છે પોલ સ્ટર્લિંગની ટી20 કરિયર
પોલ સ્ટર્લિંગે ટી-20માં 2495 રન બનાવ્યા છે અને કુલ 87 સિક્સર મારી છે. કોહલીએ 90 ટી20 ઈન્ટરનેશનલમાં 90 સિક્સર અને 285 ચોગ્ગા માર્યા છે. કોહલીના નામે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3159 રન છે.
Most fours in men's T20I cricket
— Cricket Ireland (@cricketireland) October 10, 2021
1️⃣ Paul Stirling: 288
2️⃣ Virat Kohli: 285
3️⃣ Martin Guptill: 256
4️⃣ Rohit Sharma: 252
Congratulations, Stirlo! Another record broken 👏@ITWSports pic.twitter.com/ChHKsaxdDs
રોહિત શર્મા આ લિસ્ટમાં કેટલામાં નંબરે છે
આ લિસ્ટમાં ત્રીજા નંબરે ન્યૂઝિલેન્ડનો માર્ટિંન ગપ્ટિલ છે. ગપ્ટિલે 102 મેચમાં 2939 રન બનાવ્યા છે અને 256 ચોગ્ગા તથા 147 છગ્ગા માર્યા છે. ભારતના રોહિત શર્માએ 111 ટી20 ઈન્ટરનેશનલમાં 252 ચોગ્ગા અને 133 સિક્સર મારી છે.