(Source: ECI/ABP News/ABP Majha)
Ishan Kishan Century: ઇશાન કિશને શાનદાર કમબેક કરીને તબાહી મચાવી, ઝારખંડ ટીમ માટે શાનદાર સદી ફટકારી
Ishan Kishan Buchi Babu Tournament 2024: ઈશાન કિશને ઘરેલુ ક્રિકેટમાં જોરદાર વાપસી કરી છે. તેણે બુચી બાબુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝારખંડ માટે સદી ફટકારી છે.
Ishan Kishan Buchi Babu Tournament: ઈશાન કિશને ધમાકેદાર કમબેક કર્યું છે. તે બુચી બાબુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝારખંડ તરફથી રમી રહ્યો છે. ઈશાને મધ્યપ્રદેશ વિરૂદ્ધ કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. તેણે 107 બોલનો સામનો કરીને 114 રન બનાવ્યા છે. ઈશાનની આ ઇનિંગમાં 10 સિક્સર પણ સામેલ છે. બેટિંગ કરતી વખતે તે ઘણા પ્રકારના શોટ રમતા જોવા મળ્યો હતો. ફેન્સે ઈશાનને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ પણ શેર કરી છે. તેણે લાંબા સમય બાદ ઘરેલુ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે.
વાસ્તવમાં ઈશાન ઝારખંડનો કેપ્ટન છે. શંકર નગરના ઈન્ડિયા સિમેન્ટ ગ્રાઉન્ડમાં ઝારખંડ અને મધ્યપ્રદેશ વચ્ચે મેચ ચાલી રહી છે. મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધીમાં 225 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝારખંડની ટીમ બેટિંગ કરી રહી છે. તેના માટે ઈશાન છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 107 બોલનો સામનો કરીને 114 રન બનાવ્યા હતા. ઈશાનની આ ઇનિંગમાં 5 ફોર અને 10 સિક્સ સામેલ હતી. ઈશાનનો સ્ટ્રાઈક રેટ 106.54 હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઈશાન કિશનને કેન્દ્રીય કરારમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમી રહ્યો હોવાના કારણે બોર્ડમાં ભારે નારાજગી જોવા મળી હતી. તેની સાથે અન્ય ઘણા ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યા ન હતા. આ અંગે બોર્ડે કડક વલણ અપનાવ્યું હતું. હવે ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમી રહ્યા છે. હાલમાં જ દીલીપ ટ્રોફી 2024 માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે સહિત ઘણા ખેલાડીઓ ભાગ લેશે.
જો ઈશાનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તે ભારત માટે 32 ટી20 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 796 રન બનાવ્યા છે. ઈશાને 27 ODI મેચમાં 933 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં બેવડી સદી પણ ફટકારી છે. ઈશાન 2 ટેસ્ટ મેચ પણ રમી ચુક્યો છે.પરંતુ ઇશાન અત્યારે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે તેનું કારણ તેનું ઘરેલુ ક્રિકેટના રમવું છે હવે ફરી વાર ઝારખંડ ટીમના કેપ્ટન તરીકે ઇશાને જોરદાર કમબેક કર્યું છે.
ISHAN KISHAN YOU’RE SO ICONIC!!!
— shrey (@slidinjun) August 16, 2024
Ishan Kishan 100 in 86 balls!!#IshanKishan pic.twitter.com/I37dgcnciS