શોધખોળ કરો

ઇશાન કિશનની આક્રમક બેવડી સદીથી બિહારમાં ઉજવણી, જાણો કેટલી સંપત્તિનો માલિક છે ઇશાન કિશન?

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે મેચમાં આક્રમક બેવડી સદી ફટકારી તરખાટ મચાવી દીધો છે

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડે મેચમાં આક્રમક બેવડી સદી ફટકારી તરખાટ મચાવી દીધો છે. બેવડી સદીમાં ઇશાન કિશને 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. ઇશાન કિશને માત્ર 126 બોલમાં બેવડી સદી ફટકારી હતી. ઈશાને 131 બોલમાં 210 રન બનાવ્યા હતા.

ઈશાન પાસે ઘણી ક્ષમતાઓ છે પરંતુ તે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મંચ પર છવાયો હતો. ઈશાને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાલ મચાવી દીધી છે. તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમે છે અને આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે. ઈશાન કિશન કરોડોની સંપત્તિનો માલિક છે.  તેની પાસે લક્ઝરી કારનું કલેક્શન છે.

મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાનો છે. ઈશાન ખૂબ જ નાની ઉંમરમાં કરોડપતિ બની ગયો હતો. ઈશાનની બેવડી સદી પર તેના વતન ગામમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2022માં તેમની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયા છે. ઈશાન વિકેટકીપર-બેટ્સમેન છે. તેમની આવકનો સ્ત્રોત ક્રિકેટમાંથી મેચ ફી, લીગ ક્રિકેટ કોન્ટ્રાક્ટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે. ઈશાન કિશનની બ્રાન્ડ વેલ્યુ ઘણી વધારે છે. તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે મોટી રકમ પણ લે છે.

ઈશાન કિશનની વાર્ષિક આવક લગભગ સાત કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2018 માં મુંબઈએ કિશનને 6.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ ઉપરાંત તે IPLમાં ગુજરાત લાયન્સ તરફથી પણ રમી ચૂક્યો છે. તે ઘરેલુ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં ઝારખંડ માટે રમે છે. 6 નવેમ્બર 2016ના રોજ ઈશાને 2016-17 રણજી ટ્રોફીમાં દિલ્હી સામે 273 રનની ઇનિંગ રમી હતી. ઝારખંડ તરફથી રણજી ટ્રોફીમાં કોઈ ખેલાડીનો આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે.

રિપોર્ટ્સ અનુસાર, ઈશાન કિશન પાસે કરોડોની કિંમતની કાર છે. તેની પાસે BMW 5 સિરીઝ છે, જેની કિંમત લગભગ 72 લાખ રૂપિયા છે. આ સિવાય તેની પાસે 92 લાખ રૂપિયાની ફોર્ડ મસ્ટંગ અને 1.05 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ સી-ક્લાસ પણ છે.

પિતા બિલ્ડર છે

આ સિવાય ઈશાને રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે. ઈશાનના પિતા પ્રણવ કુમાર પાંડે વ્યવસાયે બિલ્ડર છે અને તેની માતા સુચિત્રા પાંડે ગૃહિણી છે. વિસ્ફોટક બેવડી સદીની ઈનિંગ બાદ ઈશાન કિશનની બ્રાન્ડ વેલ્યુ વધી શકે છે. ઈશાન કિશને તેની 10મી વનડેમાં બેવડી સદી ફટકારીને ધૂમ મચાવી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Embed widget