શોધખોળ કરો

Indian Team: આવનારા સમયમાં આ 3 ફાસ્ટ બોલર બનશે ભારતના સુપરસ્ટાર, ઈશાંત શર્માએ કરી ભવિષ્યવાણી

Ishant Sharma On Indian Future Bowlers: ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા છેલ્લા લગભગ 2 વર્ષથી ટીમની બહાર ચાલી રહ્યો છે. ઇશાંત આ વર્ષે રમાયેલી IPL 16માં રમતા જોવા મળ્યો હતો.

Ishant Sharma On Indian Future Bowlers: ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા છેલ્લા લગભગ 2 વર્ષથી ટીમની બહાર ચાલી રહ્યો છે. ઇશાંત આ વર્ષે રમાયેલી IPL 16માં રમતા જોવા મળ્યો હતો, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલરોની વાત કરીએ તો જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઘણા યુવા બોલરોને તક આપવામાં આવી છે. આ દરમિયાન ઈશાંત શર્માએ તે 3 ભારતીય ઝડપી બોલરો વિશે જણાવ્યું, જેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો ભવિષ્યના સુપરસ્ટાર બની શકે છે.

ઇશાંત શર્માએ આ વિશે યુટ્યુબ ચેનલ 'બીયરબાઈસેપ્સ' પર વાત કરી હતી. ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું,જો તમે તેની સાથે યોગ્ય રીતે કામ કરો છો તો ઉમરાન મલિકમાં દેશ માટે લાંબા સમય સુધી સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે. આમાં બીજો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ  છે. તે જ સમયે, ઇશાંત શર્માએ ત્રીજા બોલર તરીકે દિલ્હી કેપિટલ્સના મુકેશ કુમારની પસંદગી કરી છે. ઈશાંત શર્મા પણ આઈપીએલ 2023માં દિલ્હી તરફથી રમ્યો હતો.

યોગ્ય માર્ગદર્શનની જરૂર છેઃ ઈશાંત શર્મા

મુકેશ વિશે વાત કરતા ઈશાંત શર્માએ કહ્યું, ઘણા લોકો તેની કહાની નથી જાણતા, પરંતુ મેં તેના જેવો સરળ વ્યક્તિ ક્યારેય જોયો નથી. જો તમે તેને કોઈ ખાસ બોલ નાખવા માટે કહો છો, તો તે માત્ર તે જ બોલ ફેંકે છે. તેને મેદાન પર યોગ્ય માર્ગદર્શનની જરૂર છે, જેથી તે જાણી શકે કે દબાણની સ્થિતિમાં કયો બોલ ફેંકવો.

ઇશાંત શર્માએ જણાવ્યું કે ગત IPLમાં તે કેમ મોંઘો સાબિત થયો હતો. મુકેશ કુમારે IPL 2023ની 10 મેચોમાં માત્ર 7 વિકેટ લીધી, 10થી વધુની ઈકોનોમી સાથે રન આપ્યા હતા. આ અંગે ઈશાંતે કહ્યું, આઈપીએલમાં તેની સામે રન એટલા માટે બનાવ્યા કારણ કે તેણે મુશ્કેલ ઓવરો ફેંકી હતી. તેણે કઈ પરિસ્થિતિમાં બોલિંગ કરી અથવા કયા બેટ્સમેનની સામે બોલિંગ કરી તે કોઈ જોતું નથી. બધાએ જોયું કે તેણે 4 ઓવરમાં 50 રન આપ્યા.

રોહિત શર્મા હટાવાશે ને આ અનુભવીને સોંપાશે ટીમની કમાન ? BCCIએ આપ્યા સંકેત

 ભારતીય ટીમની રમત અને કેપ્ટનશીપની અત્યારે તમામ ફેન્સ ટીકા કરી રહ્યું છે. સતત બીજીવાર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર મળ્યા બાદ ખરાબ રણનીતિ અને કેપ્ટનને હટાવવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ગયા વર્ષે વિરાટ કોહલી અને આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટમાં ચેમ્પીયન બનતા રહી ગઇ છે.હાર બાદથી જ ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા ચાલી રહી છે. હવે આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે રોહિત શર્મા માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પ્રવાસ માટે ટીમની પસંદગી થઈ ગઈ છે અને તેમાં આગામી કેપ્ટનના સંકેતો છુપાયેલા છે. 

બીસીસીઆઈએ શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. 2 મેચોની ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરાયેલી ટીમને લઈને કેટલાક કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાં એવો નિર્ણય પણ આવ્યો કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. ચેતેશ્વર પુજારાને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો અને આનીથી એવો સંકેત પણ મળ્યો છે કે, રોહિત શર્મા હવે આગામી કેપ્ટન તરીકે નહીં રહે.  

સિલેક્ટરોએ ઇન્ડિયન પ્રીમિયર લીગ પછી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમમાં પાછા ફરવા માટે આઉટ ઓફ ફેવર અજિંક્ય રહાણેને તક આપી હતી. માત્ર 1 મેચ બાદ તેને ફરીથી વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.. બીસીસીઆઈ આ ખેલાડી પર આટલો ભરોસો દર્શાવે છે તે માત્ર એક જ દિશામાં ઈશારો કરી રહ્યું છે કે, આગામી સમયમાં રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન પદેથી હટાવીને અનુભવી સ્ટાર બેટ્સમેન અજિંક્યે રહાણેને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. BCCI હવે રોહિત શર્માને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપના બોજમાંથી મુક્ત કરવા માંગે છે. હાર્દિક પંડ્યા પહેલાથી જ ટી-20માં મોટાભાગની મેચોની કેપ્ટનશીપ કરી રહ્યો છે. હવે તેને ટેસ્ટ મેચોમાં પણ સુકાનીપદથી રાહત મળી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ અજિંક્ય રહાણેને આ જવાબદારી આપવામાં આવી શકે છે. 

ICC ODI વર્લ્ડકપ પર વધુ ધ્યાન આપવા માટે, BCCI નક્કી કરી શકે છે કે રોહિત શર્મા બંને ફોર્મેટની કેપ્ટનશિપમાંથી મુક્ત રહેશે. હાર્દિક પંડ્યા T20ની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે, અજિંક્ય રહાણેને ટેસ્ટ કેપ્ટન બનાવવો જોઈએ. અચાનક ટીમમાં વાપસીની તક આપવી અને પછી તેને ઉપ-કેપ્ટન બનાવવો એ કોઈ સંયોગ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
Year Ender 2025: યૂઝર્સની બલ્લે બલ્લે, આ AI કંપનીઓએ ફ્રી કરી દીધા મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ફિફ્ટી ફટકાર્યા બાદ હાર્દિક પંડ્યાએ મહિકા શર્માને આપી ફ્લાઈંગ 'Kiss'; રોમેન્ટિક વીડિયો વાયરલ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
Embed widget