Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમની ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લગભગ સવારે 6 વાગ્યે લેન્ડ થઈ. ટીમના એરપોર્ટથી બહાર નીકળવા દરમિયાન બહાર ઊભેલા ચાહકોએ ભારે સ્વાગત કર્યું.
Indian Team Comeback: ટી 20 વર્લ્ડ કપ જીતીને ટીમ ઈન્ડિયા ગુરુવારે ભારત પરત આવી. દિલ્હી એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત થયું. અહીંથી રોહિત બ્રિગેડ ITC મૌર્ય હોટેલ (ITC Maurya) પહોંચી. અહીં ટીમ ઈન્ડિયા માટે ખાસ નાસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને બ્રેકફાસ્ટમાં છોલે ભટૂરે, લસ્સી અને તેમના પસંદના નાસ્તા આપવામાં આવશે.
ભારતીય ક્રિકેટ ટીમની ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લગભગ સવારે 6 વાગ્યે લેન્ડ થઈ. ટીમના એરપોર્ટથી બહાર નીકળવા દરમિયાન બહાર ઊભેલા ચાહકોએ ભારે સ્વાગત કર્યું. ટીમના કેપ્ટન રોહિત શર્માએ બહાર ઊભેલા ચાહકોને ટ્રોફીની ઝલક બતાવી. એરપોર્ટથી ટીમ હોટેલ ITC મૌર્ય પહોંચી. અહીં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હોટેલમાં ટીમ થોડા કલાકો સુધી આરામ કરશે.
ટીમ માટે ખાસ ચોકલેટ ITC મૌર્ય હોટેલમાં ટીમ ઈન્ડિયા માટે સ્પેશિયલ બ્રેકફાસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ખેલાડીઓની પસંદનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ITC મૌર્યના શેફ શિવનીત પહોજાનું કહેવું છે કે અમે ટીમ માટે સ્પેશિયલ બ્રેકફાસ્ટ તૈયાર કર્યું છે. તેમાં છોલે ભટૂરે અને મિલેટ્સને સામેલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે અમે ખાસ ચોકલેટ પણ ટીમ ઈન્ડિયા માટે તૈયાર કરી છે.
#WATCH | Preparations underway at ITC Maurya to welcome Men's Indian Cricket Team, after winning the #T20WorldCup2024 trophy.
— ANI (@ANI) July 4, 2024
India defeated South Africa by 7 runs on June 29, in Barbados. pic.twitter.com/y4Ldw1kKVD
હોટેલમાં ટીમ ઈન્ડિયા કેક કાપશે ટી 20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે દિલ્હી પહોંચેલી ટીમ ઈન્ડિયાનું ITC મૌર્ય હોટેલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અહીં ટીમ ઈન્ડિયાએ કેક કાપીને જીતની ઉજવણી કરી. આ કેક ટીમ ઈન્ડિયાની સફળતા પર હોટેલ તરફથી ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.
આજનો શેડ્યૂલ કેવો રહેશે ·
સવારે 9 વાગ્યે: ITC મૌર્યથી PM આવાસ માટે રવાનગી ·
વારે 10થી બપોરે 12 વાગ્યા સુધી: PM આવાસ પર સમારોહ
બપોરે 12 વાગ્યે: ITC મૌર્ય માટે રવાનગી
બપોરે 12 વાગ્યે: ITC મૌર્યથી દિલ્હી એરપોર્ટ માટે રવાનગી
બપોરે 2 વાગ્યે: મુંબઈ માટે રવાનગી
સાંજે 4 વાગ્યે: મુંબઈ એરપોર્ટ પર આગમન
સાંજે 5 વાગ્યે: વાનખેડે સ્ટેડિયમમાં આગમન
સાંજે 5થી 7 વાગ્યા સુધી: ઓપન બસ પરેડ
સાંજે 7થી 7:30 વાગ્યા સુધી: વાનખેડે સ્ટેડિયમમાં સમારોહ
સાંજે 7:30 વાગ્યે: હોટેલ તાજ માટે પ્રસ્થાન