શોધખોળ કરો
પીચ વિવાદની વચ્ચે ઇંગ્લેન્ડના કયા સ્ટાર સ્પીનરે અશ્વિનને ગણાવી દીધો વર્લ્ડ ક્લાસ બૉલર, જાણો વિગતે
પીચ વિવાદો પર લીચે કહ્યું કે, પિન્ક બૉલમાં પીચ કેવી રીતે મદદ કરશે તે નક્કી નથી હોતુ. પરંતુ હું અશ્વિનને તેના પ્રદર્શન પર ખુશ છું. અશ્વિન વર્લ્ડ ક્લાસ બૉલર છે. ટેસ્ટમાં પીચની સાથે સાથે પોતાની સ્કીલ પણ ખુબ મહત્વની સાબિત થાય છે

(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની ત્રણ ટેસ્ટ મેચો રમાઇ ચૂકી છે. ભારતીય ટીમ સીરીઝમાં 2-1થી લીડ બનાવી ચૂક્યુ છે. જોકે, અમદાવાદમાં રમાયેલી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ વિવાદોમાં આવી છે, આ ટેસ્ટ માત્ર બે દિવસની અંદર ખતમ થઇ જતા મોટેરાની પીચ વિવાદોમાં આવી ગઇ છે. હવે આ પીચને લઇને ઇંગ્લેન્ડના જ સ્ટાર સ્પીનર જેક લીચે મોટુ નિવેદન આપ્યુ છે. એક વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા જેક લીચે કહ્યું- હું મારુ પર્સનલી માનવુ છે કે, કોઇપણ ટેસ્ટ મેચ બે દિવસથી વધુ ચાલે તે સારુ. કેમકે બે દિવસની અંદર ટેસ્ટ મેચ પુરી થઇ જાય તે ટેસ્ટ ક્રિકેટ માટે ખતરો છે. પીચ વિવાદો પર લીચે કહ્યું કે, પિન્ક બૉલમાં પીચ કેવી રીતે મદદ કરશે તે નક્કી નથી હોતુ. પરંતુ હું અશ્વિનને તેના પ્રદર્શન પર ખુશ છું. અશ્વિન વર્લ્ડ ક્લાસ બૉલર છે. ટેસ્ટમાં પીચની સાથે સાથે પોતાની સ્કીલ પણ ખુબ મહત્વની સાબિત થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં આટલી બધી વિકેટો હાંસલ કરવી એ એક મોટી ઉપલબ્ધિ છે, જેથી અશ્વિનને એક વર્લ્ડ ક્લાસ બૉલર ગણી શકાય. લીચે કહ્યું અશ્વિનનુ પરફોર્મન્સ આઉટસ્ટેન્ડિંગ રહ્યું, તેને અક્ષરની સાથે મળીને પિન્ક બૉલ ટેસ્ટમાં જોરદાર પ્રદર્શન કર્યુ છે. નોંધનીય છે કે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી, પરંતુ પ્રથમ ઇનિંગમાં માત્ર 112 રન બનાવી શક્યુ અને બીજી ઇનિંગમાં પણ ફક્ત 81 રનમાં ઓલઆઉટ થઇ ગયુ હતુ. જ્યારે ભારતે પ્રથમ ઇનિંગમાં 145 રન અને બીજી ઇનિંગમાં વિજય હાંસલ કરી લીધો હતો.
(ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર) વધુ વાંચો




















