શોધખોળ કરો

IND vs ENG Test: ટીમ ઇન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, પાંચમી ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે ઇગ્લેન્ડનો આ ઘાતક બોલર

ટીમ ઈન્ડિયાએ આવતા મહિનાની શરૂઆતમાં ઈગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. નોંધનીય છે કે ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ કોવિડ-19ના કેસને કારણે છેલ્લી ટેસ્ટ મેચ રમી શકી ન હતી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ આવતા મહિનાની શરૂઆતમાં ઈગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. નોંધનીય છે કે ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ કોવિડ-19ના કેસને કારણે છેલ્લી ટેસ્ટ મેચ રમી શકી ન હતી. ચાર ટેસ્ટ મેચ બાદ ટીમ ઈન્ડિયા હાલમાં 2-1થી આગળ છે અને આ મેચમાં ડ્રો અથવા જીત નોંધાવીને તે સીરિઝ જીતી લેશે.

આ મહત્વપૂર્ણ મેચ પહેલા ઈંગ્લેન્ડ માટે નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે. ટીમના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને લીડ્ઝમાં આજથી (23 જૂન) શરૂ થઈ રહેલી ન્યૂઝિલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે એન્ડરસનને પગમાં ઈજા હોવાના કારણે તે ત્રીજી ટેસ્ટમાં ભાગ લઈ શકશે નહીં.

શું કહ્યું બેન સ્ટોક્સે?

બેન સ્ટોક્સે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ જિમીની તબિયત સારી નથી તેથી જેમી ઓવરટન આ સપ્તાહમાં ડેબ્યૂ કરશે. અમારે ભારત સામે મોટી ટેસ્ટ મેચ પણ રમવાની છે. સાચું કહું તો મને ખાતરી નથી કે તેની ઈજા કેટલી ગંભીર છે. આવી સ્થિતિમાં એન્ડરસન માટે ભારત સામેની ટેસ્ટ મેચમાં પણ રમવું મુશ્કેલ જણાય છે.

ભારત સામે શાનદાર રેકોર્ડ

ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચમાં કુલ 72.4 ઓવર બોલિંગ કર્યા બાદ એન્ડરસનમાં ઇજા પહોંચી છે. 39 વર્ષીય એન્ડરસન માટે તેની ઉંમર સૌથી મોટો અવરોધ છે. એન્ડરસન ઈંગ્લેન્ડમાં ભારત વિરુદ્ધ ખૂબ જ ઘાતક સાબિત થાય છે. એન્ડરસને અત્યાર સુધી ભારત સામે ઇગ્લેન્ડમાં 21 ટેસ્ટમાં 99 વિકેટ ઝડપી છે.

સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ (651) વિકેટ લેવા મામલે એન્ડરસન હાલમાં ત્રીજા ક્રમે છે. મુથૈયા મુરલીધરન (800) અને શેન વોર્ન (708)એ એન્ડરસન કરતાં વધુ વિકેટ ઝડપી છે. આગામી સમયમાં એન્ડરસન ​​શેન વોર્નને પાછળ છોડી શકે છે. જેમ્સ એન્ડરસને 194 વન-ડે ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે, જેમાં તેના નામે 269 વિકેટ છે.

Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?

કાર્તિકની મોટી છલાંગ, ICC ટી20 બેટિંગ રેન્કિંગમાં કાર્તિકનો 108 પૉઇન્ટને હાઇ જમ્પ, ઇશાન કિશન ટૉપ 10માં, જાણો

Agro Service Provider Scheme: ગુજરાતના ખેડૂતોને આ યોજનામાં સરકાર આપે છે 8.50 લાખ સુધીની સહાય, થશે એકસ્ટ્રા ઈન્કમ

જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget