શોધખોળ કરો

IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ જ દિવસે બોલિંગથી કહેર વરતાવ્યો. બુમરાહે પ્રથમ દિવસે 4 વિકેટ પોતાના નામે કરી.

Jasprit Bumrah Record Steve Smith: જસપ્રીત બુમરાહે પર્થમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની કમર તોડી નાખી. દિવસ પૂરો થતાં સુધીમાં તેની પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરી રહેલી ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવી, જેમાંથી 4 વિકેટ બુમરાહના નામે રહી. આ વિકેટ સાથે બુમરાહે એવો રેકોર્ડ સ્થાપિત કર્યો, જે આ પહેલા માત્ર એક બોલરે બનાવ્યો હતો, એટલે કે હવે બુમરાહ આવું કરનારા વિશ્વના માત્ર બીજો બોલર બની ગયો છે.

વાસ્તવમાં બુમરાહે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથને ગોલ્ડન ડક પર પેવેલિયન મોકલ્યો. આ પહેલા માત્ર દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈને સ્ટીવ સ્મિથને ટેસ્ટમાં ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. હવે બુમરાહનું નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ સ્ટીવ સ્મિથનો ઘરેલુ ટેસ્ટમાં પ્રથમ ગોલ્ડન ડક રહ્યો. બંને બોલરોએ સ્મિથને LBW દ્વારા ગોલ્ડન ડક પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

બુમરાહે સતત ઝડપી બે વિકેટ

બુમરાહે સતત બે બેટ્સમેનોને આઉટ કર્યા. પ્રથમ તેમણે ડાબા હાથના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને પેવેલિયન મોકલ્યો. પછી આગલા બોલ પર બુમરાહે સ્ટીવ સ્મિથને ગોલ્ડન ડક પર પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. બુમરાહે ખ્વાજાને કેચ દ્વારા અને સ્મિથને LBW દ્વારા પેવેલિયનનો રસ્તો બતાવ્યો.

પ્રથમ જ દિવસે બુમરાહે કર્યો કમાલ

ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટીમ 150 રન પર ઓલઆઉટ થઈ ગઈ. પછી તેની પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમ પણ બેટિંગમાં અત્યંત નબળી દેખાઈ. યજમાન ઓસ્ટ્રેલિયાએ દિવસ પૂરો થતાં સુધીમાં 67 રન પર 7 વિકેટ ગુમાવી. આ દરમિયાન ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે 4 વિકેટ પોતાના નામે કરી. બુમરાહે ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, નાથન મેકસ્વીની અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને પોતાનો શિકાર બનાવ્યા.

ભારતના 150 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ડેબ્યૂ ટેસ્ટમાં નાથન મેકસ્વીની 13 બોલમાં બે ચોગ્ગાની મદદથી માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ઉસ્માન ખ્વાજા પણ આઉટ થયો ગયો હતો. ત્યાર બાદ ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા સ્ટીવ સ્મિથ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જસપ્રિત બુમરાહે આ ત્રણેયને પેવેલિયન મોકલી દીધા હતા.

આ પણ વાંચોઃ

મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી સજાની જોગવાઈ છે
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
મોંઘવારીનો સામનો કરવા તૈયાર રહો! સાબુથી લઈને ચાની પત્તી સુધીની દરેક વસ્તુના ભાવ વધશે, કંપનીનું આ છે આયોજન
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
Embed widget