T20 World Cup પહેલાં જસપ્રીત બુમરાહ વિશે ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, જાણો અપડેટ
દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સીરીઝ પહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં થયેલા તણાવના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.
Jasprit Bumrah Injury Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બુમરાહને ઈજામાંથી સાજા થવામાં વધુ સમય લાગશે નહીં. તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સીરીઝ પહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પીઠમાં થયેલા તણાવના કારણે ઈજાગ્રસ્ત થયો હતો.
આ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટી20 સીરીઝમાં બુમરાહે લાંબા સમય બાદ વાપસી કરી હતી. મહત્વનું છે કે, T20 વર્લ્ડ કપ પહેલા તેનું ફરી એકવાર ઈજાગ્રસ્ત થવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર નથી. ચાલો જાણીએ કે, બુમરાહની ઈજાને લઈને શું છે અપડેટ.
જલ્દી ઠીક થઈ જશે બુમરાહઃ
તમને જણાવી દઈએ કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ એક સૂત્રએ આ અંગે માહિતી આપી છે. આ વિશે કહેવામાં આવ્યું કે, “આ દિવસોમાં જસપ્રીત બુમરાહ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે અને BCCIની મેડિકલ ટીમે તેનું સ્કેનિંગ કર્યું છે. આ પ્રક્રિયા પછી, એવું કહેવામાં આવ્યું હતું કે બુમરાહમાં સ્ટ્રેસ ફેક્ચર નથી, પરંતુ સ્ટ્રેસ રિએક્શન છે.
આવી ઇજાઓ જલ્દી મટી જાય છે
આ પ્રકારની ઇજામાંથી રિકવર થવામાં વધુ સમય લાગતો નથી. આવી ઈજાથી છુટકારો મેળવવા માટે 4-6 અઠવાડિયા પૂરતા હોય છે. તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો 15 ઓક્ટોબર સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રહેશે કે જસપ્રીત બુમરાહ આ પહેલા ફિટ થઈ શકશે કે નહીં. બુમરાહ વિના ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલિંગ વિભાગ ઘણો નબળો દેખાઈ રહ્યો છે.
નોંધનીય છે કે, ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાની છે. આ મેચમાં ટીમ પર જીત માટે વધુ દબાણ રહેશે કારણ કે છેલ્લી વખત ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો...