શોધખોળ કરો

IND Vs ENG: રાજકોટમાં ટીમ ઈન્ડિયા સાથે નથી જોડાયો બુમરાહ, રમવા પર સસ્પેન્સ 

ઈંગ્લેન્ડ સામે 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહના રમવા પર સસ્પેન્સ છે.  જસપ્રીત બુમરાહ મેચના એક દિવસ પહેલા સુધી રાજકોટમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો ન હતો.

IND Vs ENG:  ઈંગ્લેન્ડ સામે 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહના રમવા પર સસ્પેન્સ છે.  જસપ્રીત બુમરાહ મેચના એક દિવસ પહેલા સુધી રાજકોટમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો ન હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ સતત પ્રેક્ટિસ સેશન્સ ગુમાવી રહ્યો છે. જોકે, બુમરાહ ત્રીજી ટેસ્ટમાં પ્લેઈંગ 11નો ભાગ હશે કે કેમ તે અંગેનું ચિત્ર બુધવારે સ્પષ્ટ થઈ શકે છે. મિડલ ઓર્ડરમાં અનુભવના અભાવને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ પણ 5ને બદલે 4 બોલરો સાથે મેદાનમાં ઉતરવાનું વિચારી રહ્યું છે.

6 દિવસના વિરામ બાદ ભારતીય ખેલાડીઓ 11 ફેબ્રુઆરીએ જ રાજકોટ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 11 ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. પરંતુ બુમરાહ હજુ સુધી પ્રેક્ટિસ કેમ્પનો ભાગ બન્યો નથી. ક્રિકબઝના અહેવાલ મુજબ જસપ્રીત બુમરાહ બુધવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શકે છે. શરૂઆતમાં એવું બહાર આવ્યું હતું કે જસપ્રીત બુમરાહને ત્રીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવશે. પરંતુ બીજી અને ત્રીજી ટેસ્ટ દરમિયાન 10 દિવસના ગેપને કારણે જસપ્રીત બુમરાહના રમવાની શક્યતા વધી ગઈ છે. તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બુમરાહ ત્રીજી ટેસ્ટમાં રમશે અને તેને ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે.

બુમરાહના રમવા અંગે સ્થિતિ સ્પષ્ટ નથી

હજુ સુધી જસપ્રિત બુમરાહની રમત પર ચિત્ર સ્પષ્ટ નથી. વિરાટ કોહલી અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનઅપ ઘણી નબળી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં બેટિંગ લાઇનઅપને મજબૂત કરવા માટે દેવદત્ત પડિકલને સરફરાઝ ખાન સાથે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. રવિન્દ્ર જાડેજા ફિટ છે અને વાપસી માટે તૈયાર છે. અશ્વિન અને જાડેજાના નંબર પહેલાથી જ કન્ફર્મ છે. જસપ્રીત બુમરાહ એકમાત્ર ઝડપી બોલર તરીકે રાજકોટની ટીમનો ભાગ બની શકે છે.

ટેસ્ટ સીરિઝની શું છે સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની સીરિઝની બે મેચ રમાઈ ચુકી છે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે અને બીજી ટેસ્ટમાં ભારતે વિજય મેળવ્યો હતો. હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે.     

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial      

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget