Jay Shah: બાર્બાડૉસ બાદ હવે પાકિસ્તાનમાં તિરંગો લહેરવા દેશે ટીમ ઇન્ડિયા ? જય શાહે કરી મોટી ભવિષ્યવાણી
Jay Shah On Champions Trophy 2025 : ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ બાર્બાડૉસની ધરતી પર દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બની હતી
Jay Shah On Champions Trophy 2025 And World Test Championship Final: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ બાર્બાડૉસની ધરતી પર દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બની હતી. 2024નો T20 વર્લ્ડકપ જીતવો એ ટીમ ઈન્ડિયા અને પ્રશંસકો માટે ખૂબ જ આનંદની વાત હતી, કારણ કે આના થોડા મહિના પહેલા જ મેન ઇન બ્લૂએ ફાઇનલમાં હારીને 2023 ODI વર્લ્ડકપનો ખિતાબ ગુમાવ્યો હતો. T20 વર્લ્ડકપ પહેલા BCCI સેક્રેટરી જય શાહે ભવિષ્યવાણી કરી હતી કે રોહિત શર્મા બાર્બાડૉસમાં તિરંગો ફરકાવશે. હવે તેણે ચેમ્પિયન્સ ટ્રૉફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલને લઈને પણ મોટી ભવિષ્યવાણી કરી છે.
ટીમ ઈન્ડિયાએ 2024 T20 વર્લ્ડકપ દ્વારા 13 વર્ષ લાંબા ICC ટ્રૉફીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. હવે જય શાહે ફરી એકવાર ICC ટ્રૉફીમાં તિરંગો ફરકાવવાની વાત કરી છે. તેણે કહ્યું કે જો અમારી પાસે 1.4 અબજ લોકોના આશીર્વાદ હશે તો અમે ચેમ્પિયન્સ ટ્રૉફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ આવું જ કરીશું.
CEAT એવોર્ડ્સ પર બોલતા જય શાહે જણાવ્યું હતું કે, "જેમ મેં રાજકોટમાં કહ્યું હતું કે રોહિત શર્મા બાર્બાડૉસમાં ત્રિરંગો લહેરાવશે, અહીં હું કહું છું કે ચેમ્પિયન્સ ટ્રૉફી અને વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ એવું જ કરીશું જો અમને 1.4 અબજ લોકોના આશીર્વાદ મળ્યા છે.
પાકિસ્તાનની યજમાનીમાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રૉફી
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની યજમાની કરી રહ્યું છે, જે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા પાકિસ્તાન જશે કે નહીં? એક તરફ પાકિસ્તાન ટૂર્નામેન્ટની યજમાની પર અડગ છે. બીજીતરફ હજુ સુધી BCCI તરફથી પાકિસ્તાન પ્રવાસ અંગે કોઈ સંદેશ મળ્યો નથી. એવું માનવામાં આવે છે કે ટૂર્નામેન્ટ 2023 એશિયા કપની જેમ હાઇબ્રિડ મૉડમાં રમાઈ શકે છે. જો કે ટૂર્નામેન્ટ કેવી રીતે રમાશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.
આ પણ વાંચો
Woman Cricket: ધ 100 લીગમાં દીપ્તિ શર્માએ MS ધોનીના અંદાજમાં ટીમને અપાવી જીત, બધા ચોંક્યા