શોધખોળ કરો
Advertisement
જોફ્રા આર્ચર બન્યો IPL 2020નો Most valuable player, ઇનામમાં મળ્યા લાખો રૂપિયા
જોફ્રા આર્ચરની રાજસ્થાન રૉયલ્સ ભલે 13મી સિઝનમાં સારુ પ્રદર્શન ના કરી શકી, પરંતુ આ સ્ટાર બૉલરે પોતાના દમ પર ટીમને સારી સ્થિતિમાં લાવવાની પુરેપુરી કોશિશ કરી હતી
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં જોફ્રા આર્ચર બૉલ અને બેટથી ધમાલ મચાવનારો એકમાત્ર ખેલાડી રહ્યો. મંગળવારે દુબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ તરીકે નવો વિજેતો મળ્યો. આ સાથે જોફ્રા આર્ચરને પણ આ સિઝનનુ સૌથી બેસ્ટ પ્રદર્શનનુ ઇનામ મળ્યુ છે. જોફ્રા આર્ચરને ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં મૉસ્ટ વેલ્યૂએબલ પ્લેયરનો ખિતાબથી નવાજમાં આવ્ય છે, અને તેને 10 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ મળી છે.
જોફ્રા આર્ચરની રાજસ્થાન રૉયલ્સ ભલે 13મી સિઝનમાં સારુ પ્રદર્શન ના કરી શકી, પરંતુ આ સ્ટાર બૉલરે પોતાના દમ પર ટીમને સારી સ્થિતિમાં લાવવાની પુરેપુરી કોશિશ કરી હતી.
આર્ચરે બૉલિંગ કરતાં 14 મેચોમાં 18.25ની એવરેજ અને 6.55ની ઇકોનોમી રેટથી 20 વિકેટ પોતાના નામે કરી, આ દરમિયાન તેને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રન આપીને ત્રણ વિકેટ લેવાનુ પણ રહ્યું.
જોફ્રા આર્ચરે 13મી સિઝનમાં બેટિંગથી પણ નિર્ણાયક ભૂમિકા નિભાવી, આર્ચરને બેટિંગમાં ઓછા મોકા મળ્યા, પરંતુ તેને લગભગ 180ની સ્ટ્રાઇક રેટથી 113 રન બનાવ્યા. આર્ચરે 13મી સિઝનમાં 10 છગ્ગા પણ ફટકાર્યા છે. ખાસ વાત છે કે આર્ચર એવો ખેલાડી બન્યો કે જેની ટીમ પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે રહી, પરંતે તે ટીમનો ખેલાડી સૌથી મૉસ્ટ વેલ્યૂએબલ ખેલાડી બન્યો છે. જોફ્રાએ આ બાબતે કમાલ કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement