શોધખોળ કરો
Advertisement
ભારતને ઘરઆંગણે પછાડવા બટલરે ઇંગ્લેન્ડને કઇ રીતે રમવાની આપી સલાહ, 8 વર્ષ પહેલાની કઇ રણનીતિ યાદ કરાવી, જાણો વિગતે
ઇંગ્લેન્ડ સ્ટાર બટલરનુ કહેવુ છે કે જો ભારતને ઘરઆંગણે પછાડવી હોય તો ઇંગ્લેન્ડે ખાસ રમત બતાવવી પડશે. બટલરે કહ્યું આઠ વર્ષ પહેલા 2012માં ભારતને ભારતની જમીન પર 2-1થી હરાવ્યુ હતુ, તે પ્રમાણે રમવુ પડશે. તે જીતથી પ્રેરણા લેવી પડશે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ધોબી પછાડ આપીને સ્વદેશ પરત ફરેલી ટીમ ઇન્ડિયા હાલ ફૂલ ફોર્મમાં ચાલી રહી છે. આગામી 5મી ફેબ્રુઆરીથી ભારતીય ટીમનો સામનો ઇંગ્લેન્ડ સામે થવાનો છે. આ સીરીઝ પહેલા ભારતને હરાવવા ઇંગ્લિશ ટીમ અનેક પ્રકારના નુસ્ખા અને રણનીતિ તૈયાર કરી રહી છે. ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જૉસ બટલરે હવે પોતાની જ ઇંગ્લિશ ટીમને ખાસ સલાહ આપી દીધી છે.
ઇંગ્લેન્ડ સ્ટાર બટલરનુ કહેવુ છે કે જો ભારતને ઘરઆંગણે પછાડવી હોય તો ઇંગ્લેન્ડે ખાસ રમત બતાવવી પડશે. બટલરે કહ્યું આઠ વર્ષ પહેલા 2012માં ભારતને ભારતની જમીન પર 2-1થી હરાવ્યુ હતુ, તે પ્રમાણે રમવુ પડશે. તે જીતથી પ્રેરણા લેવી પડશે.
ફાઇલ તસવીર
બટલરે શનિવારે એક ઓનલાઇન પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, આઠ વર્ષ પહેલા જ્યારે અમે અહીં રમવા આવ્યા હતા, ત્યારે અમારા કેપ્ટન જૉ રૂટે તે ટૂરમાં ડેબ્યૂ કર્યુ હતુ. પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકની આગેવાની વાળી તે ઇંગ્લેન્ડની સર્વશ્રેષ્ઠ ટીમોમાંની એક હતી. ભારતમાં મોટી ઇનિંગ પર જોર આપતા કહ્યું- ઇંગ્લેન્ડમાં પરિસ્થિતિ ફાસ્ટ બૉલરને અનુકુળ હોય છે, પરંતુ ભારતમાં એવુ નથી. અહીં સારો સ્કૉર 600 રનથી પણ વધુ હોઇ શકે છે.
બટલરે કેપ્ટન જૉ રૂટની પ્રસંશા કરતા કહ્યું-ટીમના દરેક સભ્યએ રૂટના શ્રીલંકામાં કરેલા પ્રદર્શનથી સબક લેવો જોઇએ. જ્યાં તેને પહેલી ટેસ્ટમાં ડબલ સદી અને બીજી ટેસ્ટમાં 180 રનની ઇનિંગ રમી. તેને બતાવ્યુ કે આપણે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવો પડશે અને મોટો સ્કૉર કરવો પડશે. તો જ ઇંગ્લેન્ડની ટીમ ભારતને ભારતને ઘરઆંગણે પછાડવા માટે સક્ષમ બનશે.
ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝનુ ફૂલ શિડ્યૂલ....
ટેસ્ટ સીરીઝ....
પ્રથમ ટેસ્ટઃ
5-9 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સમય- સવારે 9.30 વાગે
બીજી ટેસ્ટઃ
13-17 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સવારે 9.30 વાગે
ત્રીજી ટેસ્ટઃ
24-28 ફેબ્રુઆરી, સ્થળ- અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 2.30 વાગે
ચોથી ટેસ્ટઃ
4-8 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સવારે 9.30 વાગે
ટી20 સીરીઝ....
પ્રથમ ટી20
12 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
બીજી ટી20
14 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
ત્રીજી ટી20
16 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
ચોથી ટી20
18 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
પાંચમી ટી20
20 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે
વનડે સીરીઝ...
પ્રથમ વનડેઃ
23 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
બીજી વનડેઃ
26 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
ત્રીજી વનડેઃ
28 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement