Justin Lager Resigns: પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, કોચ લેંગરે આપી દીધું રાજીનામું
Justin Langer Resigns: લેંગરના કોચ પદે ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું.
Justin Langer Resigns: ઓસ્ટ્રેલિયા પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લેંગરે તાત્કાલિક અસરથી પદ છોડ્યું. તેમના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું. આ સિવાય ગયા વર્ષે જ્યારે લેંગર કોચ હતો ત્યારે ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તે ચાર વર્ષથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા.
લેંગરે શુક્રવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. મેલબોર્નમાં એક દિવસની મીટિંગ પછી, સીઈઓ નિક હોકલીએ કહ્યું કે કોચ સાથે "ગુપ્ત ચર્ચાઓ" ચાલુ રાખવા સિવાય કોઈ ઉકેલ નથી. જો કે, માત્ર 18 કલાક પછી, લેંગરના રાજીનામાની પુષ્ટિ થઈ.
51 વર્ષીય લેંગરની મેનેજમેન્ટ કંપની DSEGએ શનિવારે સવારે રાજીનામાની પુષ્ટિ કરી હતી. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે DSEG પુષ્ટિ કરે છે કે અમારા ક્લાયન્ટ જસ્ટિન લેંગરે આજે સવારે ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામું આપ્યું છે. ગઈકાલે સાંજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેની બેઠક બાદ આ રાજીનામું આપવામાં આવ્યું છે. કોચે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે.
ઓસ્ટ્રેલિયાએ ત્રણ અઠવાડિયા પછી પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સહાયક કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ લેંગરની ગેરહાજરીમાં કોચિંગની જવાબદારી સંભાળી શકે છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાથી જ શ્રીલંકા સામેની આગામી પાંચ મેચની T20I શ્રેણીમાં મેકડોનાલ્ડને જવાબદારી સોંપવાની યોજના બનાવી લીધી છે.
Cricket Australia has today accepted the resignation of men's team head coach Justin Langer. Andrew McDonald has been appointed as the interim head coach: Cricket Australia
— ANI (@ANI) February 5, 2022
(File photo) pic.twitter.com/nKpwvZVStp