KKR vs SRH: હૈદરાબાદે કોલકાતાને ઘરઆંગણે 23 રને હરાવ્યું
આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે.
LIVE
Background
આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સીઝનમાં બંને ટીમો અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ રમી ચૂકી છે. જ્યાં કોલકાતા બે મેચ જીતી છે તો હૈદરાબાદની ટીમે એક મેચ જીતી છે. આ બંને ટીમો પોતપોતાની અગાઉની મેચોમાં વિજયી રહી છે. આવી સ્થિતિમાં આ ટીમો આજની મેચમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.
આ આઈપીએલમાં કોલકાતા અને હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. કોલકાતાને પંજાબ કિંગ્સ સામે પોતાની પ્રથમ મેચમાં હાર મળી હતી. આ ટીમે બીજી મેચથી વાપસી કરી હતી. કોલકાતાએ બીજી મેચમાં આરસીબીને અને ત્રીજી મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. હાલમાં આ ટીમ સારી લયમાં જોવા મળી રહી છે. બીજી તરફ, સનરાઇઝર્સને તેની શરૂઆતની બંને મેચોમાં હાર મળી હતી પરંતુ ત્રીજી મેચમાં આ ટીમે પંજાબ કિંગ્સ સામે આસાન જીત નોંધાવીને ફોર્મમાં પાછા ફરવાના સંકેતો આપ્યા હતા. આવી સ્થિતિમાં આજની મેચ રસપ્રદ બની શકે છે.
હૈદરાબાદની 23 રને જીત
ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL 2023ની 19મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદની આ બીજી જીત છે અને હવે તેના ચાર પોઈન્ટ થઈ ગયા છે. હેરી બ્રુક (55 બોલમાં 100 રન)ની સદીની મદદથી પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. જેના જવાબમાં KKRની ટીમ હોમ ગ્રાઉન્ડ પર સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી. કોલકાતા તરફથી નીતિશ રાણા અને રિંકુ સિંહે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેઓ પોતાની ટીમને જીત અપાવી શક્યા ન હતા. તે જ સમયે હૈદરાબાદ તરફથી માર્કો જાનસેન અને મયંક માર્કંડેએ બે-બે વિકેટ લીધી હતી.
જગદીશન આઉટ
કોલકાતા નાઈટ રાઈડર્સને ચોથો ફટકો નવમી ઓવરના બીજા બોલ પર લાગ્યો હતો. જગદીશન 21 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. જગદીશનના આઉટ થયા બાદ આન્દ્રે રસેલ ક્રિઝ પર આવ્યો હતો. કોલકાતાએ નવ ઓવરમાં ચાર વિકેટે 84 રન બનાવ્યા છે.
હૈદરાબાદે નાઈટ રાઈડર્સને 229 રનનો ટાર્ગેટ આપ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવ્યા હતા. તેણે ઈડન ગાર્ડન્સ પર કોલકાતા નાઈટ રાઈડર્સને 229 રનનો ટાર્ગેટ આપ્યો છે. સનરાઇઝર્સના હેરી બ્રુકે 56 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. IPLની 16મી સિઝનની આ પહેલી સદી છે. કેપ્ટન એડન માર્કરામે 26 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. અભિષેક શર્માએ 17 બોલમાં 32 અને હેનરિક ક્લાસને છ બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ અને રાહુલ ત્રિપાઠી નવ-નવ રન બનાવીને આઉટ થયા હતા.

માર્કરમ અડધી સદી ફટકારીને આઉટ
સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન એડન માર્કરમ અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. તેણે 26 બોલમાં 50 રનની તોફાની ઇનિંગ રમી હતી. હૈદરાબાદની ટીમે 15.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા છે.