શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aus v Ind 2nd Test: ગાવસકરે કહ્યું- પૃથ્વીની જગ્યાએ આ ખેલાડી આવે ઓપનિંગમાં.....
ગાવસકરે કહ્યું કે, જો ભારત સકારાત્મક વલણ નહીં અપનાવે તો ટીમને 0-4થી હારનો સામનો કરવો પડી શકે છે.
![Aus v Ind 2nd Test: ગાવસકરે કહ્યું- પૃથ્વીની જગ્યાએ આ ખેલાડી આવે ઓપનિંગમાં..... kl rahul should replace prithvi shaw in playing xi sunil gavaskar Aus v Ind 2nd Test: ગાવસકરે કહ્યું- પૃથ્વીની જગ્યાએ આ ખેલાડી આવે ઓપનિંગમાં.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/22174151/prithvi-shaw.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસકર ઇચ્છે છે કે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલ બીજી ટેસ્ટમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલ વૃથ્વી શોની જગ્યાએ લોકેસ રાહુલ ઇનિંગની શરૂઆત કરે. પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસકરે કહ્યું કે, શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં રમે. આ પહેલા ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરે ગિલ અને રાહુલને ટીમમાં સમાવવાનું સમર્થન કર્યું હતું.
પાંચમાં અથવા છઠ્ઠા ક્રમ પર શુભમન ગિલ આવે- ગાવસકર
ગાવસકરે અંતિમ ઇલેવનમાં સંભવિત ફેરફાર પર કહ્યું કે, ભારતમાં બે ફેરફાર થઈ શકે છે. પ્રથમ ઓપનિંગ બેટ્સમેન તરીકે પૃથ્વી શોની જગ્યાએ લોકેસ રાહુલને તક આપવામાં આવે. પાંચમા અથવા છઠ્ઠા ક્રમ પર શુભમન ગિલ આવે. તે સારા ફોર્મમાં છે. જો આપણે સારી શરૂઆત મળે તો ઘણું બદલાઈ શકે છે.
ગાવસકરે કહ્યું કે, જો ભારત સકારાત્મક વલણ નહીં અપનાવે તો ટીમને 0-4થી હારનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે, ‘ભારતે વિશ્વાસ રાખવો પડશે તે તે ટેસ્ટ શ્રેણીની બાકીની મેચમાં વાપસી કરી શકે છે. જો ભારત સકારાત્મક વલણ નહીં અપનાવે તો શ્રેણી 0-4થી ગુમાવવી પડી શકે છે. પરંતુ જો સકારાત્મક વલણ રાખશે તો વાપસી ચોક્કસ થશે.’
36 રન પર ઓલઆઉટ થવા પર ફેન્સની નારાજગી સ્વાભાવિક- ગાવસકર
તેમણે કહ્યું કે, ‘ભારત મેલબર્ન ટેસ્ટમાં સારી શરૂઆતની જરૂરત છે અને જરૂરી છે કે તે સકારાત્મક વલણ સાથે મેદાન પર ઉતરે. ઓસ્ટ્રેલિયાનો નબળો પક્ષ તેમની બેટિંગ છે. ’ગાવસકરનું માનવું છે કે, પ્રથમ ટેસ્ટમાં ભારતની ઇનિંગ 36 રન પર સમેટાઈ ગયા બાદ ફેન્સની વચ્ચે નારાજગી સ્વાભાવિક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)