Pitch Report: ભારત-શ્રીલંકા વચ્ચેની આજની ટી20માં કેટલો થઇ શકે છે સ્કૉર, ટૉસની શું રહેશે ભૂમિકા ?
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાશે
![Pitch Report: ભારત-શ્રીલંકા વચ્ચેની આજની ટી20માં કેટલો થઇ શકે છે સ્કૉર, ટૉસની શું રહેશે ભૂમિકા ? know the pitch report of mca pune cricket stadium for match of india vs sri lanka 2nd t20i Pitch Report: ભારત-શ્રીલંકા વચ્ચેની આજની ટી20માં કેટલો થઇ શકે છે સ્કૉર, ટૉસની શું રહેશે ભૂમિકા ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/2b43db4ee53d8867378f752fa55a5115167291593292677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs Sri Lanka 2nd T20I Pitch Report: પુણે ગ્રાઉન્ડ પર આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝની બીજી ટી20 રમાઇ રહી છે, આ પહેલા અહીં હવામાન અને પીચ રિપોર્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જાણો આજની મેચમાં પીચનો કેવો રહેશે મિજાજ, કેટલા રન બનશે ?
કેવો છે પીચનો મિજાજ -
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાશે, આજે સાંજે મેચ શરૂ થાય તે પહેલા અહીં પીચનો મિજાજ જાણી લેવો જરૂરી છે.
અહીં ટી20 મેચમાં પીચનો મિજાજો જોઇએ તો, અહીં એવરેજ સ્કૉર 153 રન રહ્યો છે. જ્યારે બીજી ઇનિગંમાં અહીં 128 રન રહ્યો છે. એટલા માટે અહીં ટૉસની ભૂમિકા મહત્વની રહેશે, અહીં ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરીને મોટો સ્કૉર કરવા ઇચ્છશે. આમ તો પુણેમાં અત્યાર સુધી 3 ટી20 મેચો રમાઇ છે. વર્ષ 2020માં ભારતે શ્રીલંકા વિરુદ્ધ 6 વિકેટો પર 201 રન બનાવ્યા હતા.
T20 શ્રેણી માટે ભારતની ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ કીપર), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.
શ્રેણીમાં ભારત 1-0થી આગળ
ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 2 રને વિજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 162 રન કર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 45 રન, કુશલ મેન્ડીસે 28 રન જ્યારે વનિન્દુ ડી.સિલ્વાએ 21 રન કર્યા હતા. આ સાથે ભારતે સિરિઝમાં 1-0થી જીત મેળવી છે. બંને દેશો વચ્ચે બીજી T20 મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)