Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. તેમની સાથે સીએમ અને સંતો પણ હાજર છે. આ પછી શાહ જુના અખાડામાં સંતો અને ઋષિઓ સાથે રાત્રિભોજન કરશે. શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે

Mahakumbh 2025:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંગમમાં ડૂબકી લગાવી, તેમની સાથે સીએમ અને સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું. આ પછી શાહ જુના અખાડામાં સંતો અને ઋષિઓ સાથે રાત્રિભોજન કરશે. શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે.અમિત શાહનું વિમાન સવારે 11.30 વાગ્યે બમરૌલી એરપોર્ટ પર ઉતર્યું હતું. સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે સ્વાગત કર્યું. શાહ અહીંથી BSF હેલિકોપ્ટરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) પહોંચ્યા. ત્યારબાદ કારમાં અરેલ ઘાટ ગયા.
તેઓ સ્ટીમર દ્વારા સંગમ પહોંચ્યા હતાં . તેણે સાઇબેરીયન પક્ષીઓને અનાજ ખવડાવ્યું. જુના અખાડાના મહામંડલેશ્વર અવધેશાનંદ સહિત અન્ય ઘણા સંતો તેમની સાથે જોવા મળ્યાં હતા. તેમણે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે પણ ઓપચારિક મુલાકાત કરી હતી.
મહાકુંભમાં આવતા પહેલા શાહે લખ્યું- હું સંગમમાં સ્નાન કરવા આતુર છું. શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને સવારથી જ તમામ ઘાટ પર બોટનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. લેટે હનુમાન મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh. pic.twitter.com/xyCiwqIM3Z
— ANI (@ANI) January 27, 2025
ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીએ હવન કર્યો હતો. તેમણે કહ્યું- આ કુંભ દિવ્ય છે. તે વિશાળ છે. અમિત શાહ અહીં આવી રહ્યા છે. આજે તેમના આગમન પહેલા અમે અહીં 'યજ્ઞ' કર્યો હતો. અમે આ મહાકુંભની સફળતા, તેમની સલામત યાત્રા અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
તમને જણાવી દઈએ કે, અમિત શાહે તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન મહાકુંભના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તમામ લોકોને મહાકુંભમાં ચોક્કસપણે ભાગ લેવા વિનંતી કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, કુંભ આપણને શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપે છે. કુંભ તમને પૂછતો નથી કે તમે કયા ધર્મ, જાતિ કે સંપ્રદાયના છો. તે તમામ લોકોને આવકારે છે.” આ વાત પર ભાર મૂકતા શાહે કહ્યું હતું કે કુંભ દ્વારા જેવો એકતાનો સંદેશ આપવામાં આવે છે તેવો વિશ્વનો અન્ય કોઈ કાર્યક્રમમાં આપતો નથી. આ સાથે શાહે ગુજરાતના યુવાનોને મહાકુંભમાં જઈને દિવ્ય અનુભવ માણવાની પણ અપીલ કરી હતી.





















