Surendranagar Murder Case : પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા, પોલીસે આરોપીઓને કર્યા રાઉન્ડઅપ
સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની હત્યા: પ્રેમિકાને મળવા ગયો ત્યારે છરીના ઘા મારી હત્યા
સુરેન્દ્રનગરના વનાળા ગામે હરેશ સરવૈયા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી. યુવકની આ હત્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક હરેશ પ્રેમિકાને મળવા માટે ગયો હતો અને ત્યારે જ તેને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો.
મૃતકના પરિવારજનોએ પ્રકાશ સરવૈયા, જીવન સરવૈયા અને ચિરાગ સરવૈયા નામના ત્રણ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારની ફરિયાદ મુજબ, હરેશભાઈ સરવૈયા પોતે જે છોકરી છે એને મળવા માટે ગયો હતો. છોકરી એના ઘરે હતી અને એ દરમિયાન જ્યારે બંને મળતા હતા ત્યારે છોકરીનો ભાઈ જાગી ગયો. બંનેને ઘરે જોઈને તે ઉશ્કેરાયો અને ત્રણેય બાપ-દીકરા (આરોપી) સાથે મળીને હરેશભાઈ સરવૈયાને માર મારી અને ચાકુ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી, જેના કારણે તેનું મૃત્યુ થયું.
ત્રણેય આરોપીઓના નામ જે એફઆરમાં લખાવવામાં આવેલા છે તે છે: જીવણભાઈ મથુરભાઈ સરવૈયા, પ્રકાશભાઈ જીવણભાઈ સરવૈયા અને ચિરાગભાઈ જીવળભાઈ સરવૈયા. આ ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કરીને પુછપરછ હાલ ચાલુ છે. પ્રાથમિક પુષ્પરશ પૂર્ણ થયા બાદ તેમની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમને અટક કરવામાં આવશે અને તેમનું મેડિકલ કરાવવામાં આવશે.



















