(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: રાંચી ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયા છે દમદાર, ટી20માં આવો રહ્યો છે રેકોર્ડ, જુઓ.....
પ્રથમ મેચ શુક્રવારે રાંચીના સ્ટેડિયમમાં રમાશે. રાંચીના JSCA સ્ટેડિયમમાં ભારતની T20 મેચોનો રેકોર્ડ જોઈએ તો ટીમ ઈન્ડિયા આ મેદાન પર હજુ સુધી એક પણ T20 મેચ હારી નથી.
1st T20 Ranchi, IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી એટલે કે 27 જાન્યુઆરી, 2023 બન્ને વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. ભારતીય ટીમ આ પહેલા વનડે સીરીઝમાં કીવી ટીમને ક્લિન સ્વિપ આપી ચૂકી છે, આ વખતે ભારતીય ટીમ સ્ટાર ખેલાડી રોહિત શર્મા, અને વિરાટ કોહલી વિના જ ટી20 મેચો રમતી જોવા મળશે, હાર્દિક પંડ્યા ટીમની આગેવાની કરી રહ્યો છે, આ પહેલા જાણી લો પહેલી ટી20 મેચ ઝારખંડના રાંચી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, અને ત્યાં કેવો છે ભારતીય ટીમનો રેકર્ડ......
રાંચીમાં ટીમ ઇન્ડિયા છે દમદાર -
પ્રથમ મેચ શુક્રવારે રાંચીના સ્ટેડિયમમાં રમાશે. રાંચીના JSCA સ્ટેડિયમમાં ભારતની T20 મેચોનો રેકોર્ડ જોઈએ તો ટીમ ઈન્ડિયા આ મેદાન પર હજુ સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું. ભારતીય ટીમે અહીં 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ભારતે અહીં ફેબ્રુઆરી 2016માં શ્રીલંકાને 69 રનથી હરાવ્યું હતું. આ પછી ઓક્ટોબર 2017માં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2021માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. તેથી આ વખતે પણ ભારતીય ટીમ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાંચીમાં અત્યાર સુધી માત્ર એક જ T20 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચ નવેમ્બર 2021માં રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 153 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. રોહિતે 36 બોલમાં 55 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમની ફૂલ સ્ક્વૉડ -
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શૉ, મુકેશ કુમાર.
ન્યૂઝીલેન્ડ ટીમની ફૂલ સ્ક્વૉડ -
મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રાસવેલ, ડેન ક્લીવર, ડેવૉન ડૉન્વે, શેન ડફી, લૂકી ફર્ગ્યૂસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપ્લી, ઇશ સોઢી, બ્લેયર ટિકનેર.