Brand Value:વિરાટ કોહલીને થયું મોટુ નુકસાન, અહીં પણ ગુમાવ્યો નંબર વનનો તાજ
વર્ષ 2021માં જ્યાં કોહલીની બ્રાન્ડ વેલ્યુ 185.7 મિલિયન યુએસ ડોલર હતી તે હવે ઘટીને 176.9 મિલિયન યૂએઈ ડોલર પર આવી ગઈ છે.
Virat Kohli Brand Value: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જેમાં સલાહકાર ફર્મ ક્રોલ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટના આધારે કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2021માં જ્યાં કોહલીની બ્રાન્ડ વેલ્યુ 185.7 મિલિયન યુએસ ડોલર હતી તે હવે ઘટીને 176.9 મિલિયન યૂએઈ ડોલર પર આવી ગઈ છે.
હવે ભારતમાં વિરાટ કોહલીની જગ્યાએ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ આ મામલે પ્રથમ સ્થાને આવી ગયો છે. સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2022 અનુસાર, રણવીર સિંહની બ્રાન્ડ વેલ્યુ હવે વધીને 181.7 મિલિયન યૂએસ ડૉલર થઈ ગઈ છે. જણાવી દઈએ કે વિરાટ કોહલી છેલ્લા 5 વર્ષથી આ લિસ્ટમાં પ્રથમ સ્થાને છે.
કેપ્ટનશિપને અલવિદા કહ્યા બાદથી વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ 2020માં જ્યાં કોહલીની બ્રાન્ડ વેલ્યુ 237 મિલિયન યુએસ ડોલર હતી, તે વર્ષ 2021માં ઘટીને 185.7 મિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે.
આ યાદીમાં ધોની 6ઠ્ઠા જ્યારે સચિન 8મા ક્રમે છે
જો સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2022માં ટોપ-10 ભારતીયોના નામ જોવામાં આવે તો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છઠ્ઠા સ્થાને છે, જેની કુલ બ્રાન્ડ વેલ્યુ 80.3 મિલિયન યૂએસ ડૉલર અંદાજવામાં આવી છે. જ્યારે આ યાદીમાં પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર 8મા સ્થાને છે, જેની બ્રાન્ડ વેલ્યુ 7.36 કરોડ આંકવામાં આવી છે.
વિરાટ કોહલી હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની ODI સિરીઝ રમવામાં વ્યસ્ત છે, જેની ત્રીજી મેચ 22 માર્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ વનડે સિરીઝમાં અત્યાર સુધી વિરાટનું બેટ પ્રથમ બે મેચમાં શાંત રહ્યું છે, જેમાં તે પ્રથમ મેચમાં માત્ર 4 રન અને બીજી મેચમાં 31 રન જ બનાવી શક્યો હતો.
SA vs WI: સાઉથ આફ્રીકાએ માત્ર 29.3 ઓવરમાં રન ચેઝ કરી રચ્યો ઈતિહાસ, તોડ્યો પોતાનો જૂનો રેકોર્ડ
સાઉથ આફ્રિકાએ શ્રેણીની ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 4 વિકેટે હરાવ્યું. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 261 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે, દક્ષિણ આફ્રિકાએ માત્ર 29.3 ઓવરમાં 6 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ODI ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાનો આ સૌથી ઝડપી 250 રન ચેઝ છે. દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચ 8.94 રન પ્રતિ ઓવરના સ્કોરથી જીતી હતી. આ રીતે દક્ષિણ આફ્રિકાએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
દક્ષિણ આફ્રિકાએ તેનો જૂનો રેકોર્ડ તોડ્યો
આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે 8.78 રન પ્રતિ ઓવરના સ્કોરથી મેચ જીતી હતી. ODI ક્રિકેટમાં આ સાઉથ આફ્રિકાનો સૌથી ઝડપી 250 રનનો પીછો હતો, પરંતુ હવે આ ટીમે તેનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની તે મેચમાં દક્ષિણ આફ્રિકાને મેચ જીતવા માટે રેકોર્ડ 438 રન બનાવવાના હતા પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમે મેચ જીતી લીધી હતી. આ સિવાય આ ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝ છે.