મહેસાણાના વડનગરમાં દીપડો દેખાતા ડરનો માહોલ, જંગલ વિસ્તારમાં મુકાયા પાંજરા
મહેસાણાના વડનગર તાલુકાના વાગડી ગામમાં ચાર પગના આતંકથી લોકોમાં ડરનો માહોલ છે
મહેસાણાના વડનગરમાં ચાર પગના આતંકથી લોકોમાં ડર ફેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના વડનગરના વાગડી ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ડરનો માહોલ છે. વન વિભાગની ટીમે ગ્રામજનોને સાવચેત રહેવા કરી અપીલ કરી હતી. વન વિભાગે દીપડાને પકડવા જંગલ વિસ્તારમાં પાંજરા મુક્યા હતા.
મહેસાણાના વડનગર તાલુકાના વાગડી ગામમાં ચાર પગના આતંકથી લોકોમાં ડરનો માહોલ છે. વન વિભાગની ટીમે દીપડાને પકડવા જંગલ વિસ્તારોમાં પાંજરા મુક્યા હતા. વન વિભાગની ટીમે જાહેર સૂચના પણ બહાર પાડી છે. જેમાં માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આવા બનાવો અટકાવવા લોકો માટે વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે.રાત્રિ દરમિયાન ગામમાં આવેલા રામાપીરના મંદિરની દીવાલ પર દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો.
વાગડી ગામ થતા આજુબાજુના ગામોમાં તેમજ જંગલ વિસ્તારમાં હિંસક વન્ય પ્રાણી દીપડાની ભાળ મળતા હાલમાં વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સ્થળ પર દોડી આવી દીપડાને પકડવા પાંજરા મુક્યા છે. આઠ-દસ દીવસ બચ્ચાને જન્મ આપ્યો હોય અને ખોરાક ન મળવાના કારણે પશુનુ મારણ કર્યું હતુ.
બીજી તરફ ગીર સોમનાથના ઉના તાલુકામાં દીપડાનો ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો હતો. વડવિયાળા ગામે દીપડાનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો. વન્ય પ્રાણીના શિકાર માટે ગોઠવાયેલા ફાંસલામાં ફસાતા મોત થયાનું અનુમાન છે. પશુધન ચરાવવા ગયેલા માલધારીએ દીપડાના મૃતદેહ અંગે વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગે દીપડાના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જશાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો હતો. વન વિભાગે ગૌચરની જમીનમાં ફાંસલા મુકનારા બે શખ્સને રાઉન્ડ અપ કર્યા હતા. મૃતક દીપડાની વય અંદાજિત 8 વર્ષની હોવાનું વન વિભાગનું અનુમાન છે.
Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાં