શોધખોળ કરો

Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે

Lord's Pitch Report for IND vs ENG 3rd ODI: ભારત વિરૂદ્ધ ઈંગ્લેન્ડ ત્રીજી વનડે આજે લોર્ડ્સ પર રમાશે. આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા રોહિત શર્માને શું પિચથી મદદ મળશે, અથવા બોલરો માટે મદદ રહેશે? જાણો વિગતે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લોર્ડ્સની પીચ ફાસ્ટ બોલરોને સીમ અને સ્વિંગ આપશે.
  • સ્લોપથી બોલરોને મદદ મળશે, ટોસ જીતી પહેલા બેટિંગ કરવી.
  • ભારતનો રેકોર્ડ નબળો, રોહિતે બેટિંગથી જવાબ આપવો પડશે.

Lord's Pitch Report for IND vs ENG 3rd ODI: ભારત વિરૂદ્ધ ઈંગ્લેન્ડ વનડે સિરીઝ કોણ જીતશે? તેનો ફેંસલો આજે થશે. સિરીઝનો ત્રીજો અને નિર્ણાયક મુકાબલો આજે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. રોહિત શર્મા માટે રન બનાવવા મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યો છે અને આ સિરીઝની શરૂઆતની બંને મેચોમાં ફ્લોપ રહ્યો છે. તેમને ટીમમાંથી બહાર કરવાની વાતો ચાલી રહી છે, આવી સ્થિતિમાં તેઓ પોતાના બેટથી આલોચકોને જવાબ આપવા ઈચ્છશે. આવામાં પિચનો રોલ મહત્વનો બની જશે. શું લોર્ડ્સ પર બેટ્સમેનો માટે મદદ રહેશે કે બોલરો માટે? વાંચો પિચ રિપોર્ટ.

ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 9 વનડે મેચ રમી છે, જેમાંથી 4 મેચ જીતી છે. જો કે ભારતે આ ગ્રાઉન્ડ પર છેલ્લી વનડે 2004 માં જીતી હતી, ત્યારબાદ રમાયેલી 4 મેચોમાંથી 3 માં હાર મળી છે અને એક ટાઈ થઈ હતી. અહીં રમાયેલી છેલ્લી 11 વનડે મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે, લક્ષ્યનો પીછો કરતા છેલ્લી વખત સાઉથ આફ્રિકા 2017 માં જીત્યું હતું.

આ પણ વાંચો...લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પિચ રિપોર્ટ

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સામાન્ય રીતે ફાસ્ટ બોલરો માટે મદદરૂપ રહે છે. અહીં 2.5 મીટર સ્લોપ હોવાને કારણે બોલરોને સીમ અને વધારાનો સ્વિંગ મળે છે, જે બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરે છે. પેવેલિયન એન્ડ તરફથી બોલરોને વધુ મદદ મળે છે. બેટ્સમેનો માટે અહીં પડકાર રહે છે. જો કે, જો બેટ્સમેન બાઉન્સ બોલ પર સારું રમી શકતો હોય તો અહીં મોટો સ્કોર બનાવી શકે છે. રોહિત શર્માને ગતિ પરેશાન કરતી નથી, આ કારણે તેઓ આજે આ પિચ પર સારો સ્કોર કરી શકે છે. જોફ્રા આર્ચર કહેર વર્તાવી શકે છે, કારણ કે તેઓ ગતિમાં મિશ્રણ કરે છે. અહીં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે.

ભારતીય સ્ક્વોડ

શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર.

ઈંગ્લેન્ડની સ્ક્વોડ

હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), ટોમ બેન્ટન, જો રૂટ, બેન ડકેટ, લિયામ ડોસન, આદિલ રશીદ, જોશ ટંગ, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જેમ્સ કોલ્સ, જેકબ બેથેલ, સાકિબ મહમૂદ, બ્રાયડન કાર્સ, સેમ કરન, રેહાન અહેમદ, જોફ્રા આર્ચર.

LIVE ક્યાં જોવી ભારત વિરૂદ્ધ ઈંગ્લેન્ડ ત્રીજી વનડે

ભારત વિરૂદ્ધ ઈંગ્લેન્ડ ત્રીજી વનડે આજે રવિવાર, 19 જુલાઈએ બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે. મેચનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે. લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર (JioHotstar) એપ અને વેબસાઈટ પર થશે.

Frequently Asked Questions

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ રિપોર્ટ શું છે?

લોર્ડ્સની પિચ સામાન્ય રીતે ફાસ્ટ બોલરો માટે મદદરૂપ રહે છે. 2.5 મીટરનો ઢોળાવ સીમ અને સ્વિંગમાં મદદ કરે છે, જેનાથી બેટ્સમેનોને મુશ્કેલી પડે છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે.

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતનો વનડે રેકોર્ડ કેવો છે?

ભારતે લોર્ડ્સ પર 9 વનડે મેચમાંથી 4 જીતી છે. છેલ્લી જીત 2004 માં હતી, ત્યારબાદ રમાયેલી 4 મેચમાંથી 3 માં હાર અને એક ટાઈ થઈ હતી.

લોર્ડ્સ પર ટોસ જીતીને ટીમે શું કરવું જોઈએ?

લોર્ડ્સ પર છેલ્લી 11 વનડે મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી છે. આથી, ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય યોગ્ય રહેશે.

ભારત વિરૂદ્ધ ઈંગ્લેન્ડ ત્રીજી વનડે ક્યારે અને ક્યાં જોઈ શકાય છે?

આ મેચ આજે બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. તેનું લાઈવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર અને સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર (JioHotstar) પર થશે.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
IPL 2027: સનરાઇઝર્સ હૈદરાબાદે કર્યો મોટો ટ્રેડ, આ ખેલાડીની ટીમમાં વાપસી  
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ચોથી T20: પ્લેઈંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન; અહીં જુઓ લાઈવ
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget