શોધખોળ કરો
Advertisement
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં કંગાળ પ્રદર્શન અને સ્લેજિંગ કરનારા ઓસ્ટ્રેલિયન ખેલાડીની ટીમમાંથી થઈ હકાલપટ્ટી
વેડ ભારત સામેની ચારેય ટેસ્ટ રમ્યો હતો. જેમાં 8 ઈનિંગમાં તેણે માત્ર 173 રન બનાવ્યા હતા.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝને લઇ 19 સભ્યોની ટીમ જાહેર કરી છે. જેમાં ભારત સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં કંગાળ દેખાવ કરનારા અને સ્લેજિંગ કરીને ભારતીય ખેલાડીઓને ઉશ્કેરનારા મેથ્યૂ વેડની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેના સ્થાને વિકેટકિપર બેટ્સમેન એલેક્સ કેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સિન એબોટ, મિચેલ સ્વેપસન, સ્ટેકટીનો પણ સમાવેસ કરવામાં આવ્યો છે.
વેડ ભારત સામેની ચારેય ટેસ્ટ રમ્યો હતો. જેમાં 8 ઈનિંગમાં તેણે માત્ર 173 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેનો પાર્ટનર જો બર્ન્સને પણ સાઉથ આફ્રિકા સામે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. મેથ્યૂ વેડનો પાંચ મેચની 20 સીરિઝમાં સમાવેશ કરવામાં આયો છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આ પ્રમાણે છે
ટિમ પેની(કેપ્ટન), પેટ કમિંસ, સીન અબોટ, એલેક્સ કેરી, કેમરુન ગ્રીન, માર્કસ હેરિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, મોઇસિસ હેનરિક્સ, નાથન લાયન, માઇકલ નીસર, જેમ્સ પેટિંસન, વિલ પુકોવસ્કી, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટીકટી, મિચેલ સ્વેપસન, ડેવિડ વોર્નર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement