શોધખોળ કરો
Advertisement
INDvsSA: ભારત અને આફ્રિકા વચ્ચેની આજની પ્રથમ વનડે મેચ થઇ શકે છે રદ્દ, કોરોના નહીં આ છે કારણ......
ખાસ વાત છે કે, આ જ મેદાન પર ભારત આફ્રિકા વચ્ચેની ટી20 મેચ એટલે કે 15 સપ્ટેમ્બર 2019માં રમાયેલી મેચ પણ વરસાદના કારણે રદ્દ થઇ હતી. આજે ફરી એકવાર એ જ સ્થિતિ આવીને ઉભી છે
ધર્મશાળાઃ વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ આજથી ફરી એકવાર મેદાનમાં આવશે, આજથી આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ વનડે ધર્મશાળા મેદાનમાં રમાવવાની છે. આઇપીએલ પહેલા ભારતીય ટીમના આ છેલ્લી સીરીઝ છે, જેથી વિરાટ કોહલી જીત સાથે પુરી કરવા પ્રયાસ કરશે, પણ ખાસ વાત એ છે કે વરસાદન કારણે મેચ રદ્દ થઇ શકે છે.
ભારતીય ટીમ ક્વિન્ટૉન ડી કૉકની આગેવાની વાળી યુવા ટીમ સામે ટકરાવા માટે તૈયાર છે. પણ રિપોર્ટ એવા છે કે આજની મેચ દરમિયાન ધર્મશાળાના મેદાનમાં વરસાદ વિલન બની શકે છે, કેમકે હવામાન વિભાગ અનુસાર, ભારે પવન અને વરસાદ મેચના રંગમાં ભંગ પાડી શકે છે, એટલે ઓછી ઓવરની મેચ રમાય એવી પણ સંભાવના ઓછી છે.
ખાસ વાત છે કે, આ જ મેદાન પર ભારત આફ્રિકા વચ્ચેની ટી20 મેચ એટલે કે 15 સપ્ટેમ્બર 2019માં રમાયેલી મેચ પણ વરસાદના કારણે રદ્દ થઇ હતી. આજે ફરી એકવાર એ જ સ્થિતિ આવીને ઉભી છે.
(ફાઈલ તસવીર)
પ્રથમ વન ડે માટે સંભવિત ભારતીય ટીમઃ શિખર ધવન, પૃથ્વી શૉ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, નવદીપ સૈની, જસપ્રીત બુમરાહ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement