MI vs CSK Score Live : ચેન્નઈએ મુંબઈને આપ્યો 219 રનનો ટાર્ગેટ, રાયડુના 27 બોલમાં આક્રમક 72 રન
ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 219 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 219 રનનો લક્ષ્યાંક આપ્યો છે. મુંબઈ તરફથી અંબાતી રાયડુએ શાનદાર ઈનિંગ રમતા માત્ર 27 બોલમાં સાત સિક્સર અને ચાર ફોરની મદદથી 72 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 58 રન બનાવ્યા હતા અને ડુપ્લેસિસે પણ 50 રનની શાનદાર ઈનિંગ રમી હતી. મુંબઈ તરફથી પોલાર્ડે 2 વિકેટ ઝડપી હતી.
IPL 2021 સીઝનની 27મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્માએ નેથન કુલ્ટર નાઈલની જગ્યાએ ધવલ કુલકર્ણીને અને જયંત યાદવની જગ્યાએ ઓલરાઉન્ડર જિમી નીશમને ટીમમાં સામેલ કર્યા છે. ચેન્નઈએ ટીમમાં એકપણ ફેરફાર કર્યો નથી.
ચેન્નઈ સુપર કિંગ્સ: મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, શાર્દૂલ ઠાકુર, લુંગી એન્ગિડી અને દીપક ચહર
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિંટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, કે. પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જિમી નીશમ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને ધવલ કુલકર્ણી