MI vs DC Final: મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે ઈતિહાસ રચ્યો, WPLનો પ્રથમ ખિતાબ પોતાના નામે કર્યો
મુંબઈએ 19.3 ઓવરમાં 132 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો જેમાં નેટ સિવર-બ્રન્ટે અણનમ 60 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીતે 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
મુંબઈ: મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ઈતિહાસ રચતા WPLનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું અને ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈએ 19.3 ઓવરમાં 132 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો જેમાં નેટ સિવર-બ્રન્ટે અણનમ 60 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન હરમનપ્રીતે 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું ટાઈટલ જીતી લીધું છે. હરમનપ્રીત કૌરની ટીમને ફાઇનલમાં જીતવા માટે 132 રનનો ટાર્ગેટ મળ્યો હતો. નેટ સીવર બ્રન્ટની શાનદાર બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે 19.3 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
Being champions? It’s a #OneFamily thing. 💙
— Mumbai Indians (@mipaltan) March 26, 2023
WE HAVE WON THE FIRST-EVER WPL! 😎#MumbaiIndians #AaliRe #WPL2023 #DCvMI #WPLFinal #ForTheW pic.twitter.com/rypKFQxiBw
મુંબઈની ફાઈનલમાં શાનદાર જીતમુંબઈ ઈન્ડિયન્સની ટીમે દિલ્હીને 7 વિકેટથી હરાવી ફાઈનલ મુકાબલામાં જીત મેળવી છે. મુંબઈની ટીમ ચેમ્પિયન બની ગઈ છે. ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી નતાલી સીવર બ્રન્ટે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે 55 બોલમાં અણનમ 60 રન બનાવીને ટાઈટલ જીત્યું હતું.