MI vs KKR, IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતાએ 5 વિકિટે હરાવ્યું, ઈશાન અને સૂર્યાની તોફાની બેટિંગ
MI vs KKR, IPL 2023 Live Score: મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.
LIVE
Background
MI vs KKR, IPL 2023 Live Score: IPL 2023 ની 22મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. ટીમે છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. હવે તે ફરી એકવાર જીતનો સિલસિલો જારી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. નીતિશ રાણાની કપ્તાનીવાળી KKRને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેના માટે આ મેચ જીતવી આસાન નહીં હોય.
મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 5 વિકેટથી હરાવ્યું
વાનખેડે ખાતે રમાયેલી IPL 2023 ની 22મી મેચમાં, મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 5 વિકેટથી હરાવ્યું છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 185 રન બનાવીને મુંબઈને 186 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં મુંબઈએ 17.4 ઓવરમાં ખૂબ જ સરળતાથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. મુંબઈ તરફથી ઈશાન કિશને 58, તિલક વર્માએ 30 અને સૂર્યકુમાર યાદવે 43 રન બનાવ્યા હતા. તો બીજી તરફ કેકેઆરના વેંકટેશ ઐયરની સદી વ્યર્થ ગઈ હતી.
સૂર્ય કુમાર આઉટ
સૂર્ય કુમાર યાદવ 25 બોલમાં 42 રન કરી આઉટ થયો છે
મુંબઈએ 13 ઓવરમાં 147 રન બનાવ્યા
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા વચ્ચે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પૂરી થતાં ટીમનો સ્કોર 13 ઓવર પછી 147 રન થઈ ગયો હતો. હવે જીતવા માટે 43 બોલમાં 39 રનની જરૂર છે. જો કે, તિલક વર્મા 30 રનના અંગત સ્કોરે આઉટ થયો છે.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 રનને પાર
10 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર બે વિકેટે 100 રન થઈ ગયો છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા રમી રહ્યા છે. મુંબઈને જીતવા માટે હજુ 84 રન બનાવવાના છે.
ઇશાન કિશન આઉટ
માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારનાર ઈશાન કિશન 25 બોલમાં 58 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ બોલ્ડ કર્યો હતો. ઈશાને પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 7.3 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 2 વિકેટે 87 રન છે.