શોધખોળ કરો
Advertisement
સ્પોટ ફિક્સિંગમાં પકડાયેલા પાકિસ્તાનના ક્રિકેટરે નિવૃત્તિની કરી જાહેરાત, કારણ જાણીને ચોંકી જશો
પાકિસ્તાનને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા આમિરન ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ ન કરતાં નારાજ હતો.
કરાચીઃ પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ આમિક ગુરુવારે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. માત્ર 28 વર્ષની વયે ક્રિકેટરને અલવિદા કહેવાનો ફેંસલો લીધો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર માનસિક ત્રાસ જેવો ગંભીર આરોપ લગાવીને કહ્યું કે, હું આ મેનેજમેન્ટ સાથે રમી શકું તેમ નથી અને અનિશ્ચિત સમયનો બ્રેક લઈ રહ્યો છું.
પાકિસ્તાનને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા આમિરન ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં સામેલ ન કરતાં નારાજ હતો. તેણે વાયરલ વીડિયોમાં કહ્યું, હું ક્રિકેટથી દૂર નથી જઈ રહ્યો પરંતુ પાકિસ્તાન ક્રિકેટના વર્તમાન મેનેજમેન્ટથી દૂર જવાની કોશિશ કરી રહ્યો છે. મારી પર ખૂબ માનસિક અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. 2010 થી 2015 સુધી ખૂબ યાતના સહન કરી, ક્રિકેટથી દૂર રહ્યો અને જે થયું તેની સજા પણ ભોગવી પરંતુ હવે વધારે ત્રાસ નહીં સહન કરું.
આમિરે ટીમના કોચ મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યૂનુસને આડે હાથ લીધા અને પોતાની આલોચના માટે આ બંનેને જવાબદાર ગણાવ્યા હતા. આમિરે 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી, જે બાદ કોચે તેને દગાબાજ અને જૂઠ્ઠો ગણાવ્યો હતો.
આમિર પાકિસ્તાન તરફથી 36 ટેસ્ટ, 61 વન ડે અને 50 ટી20 રમી ચુક્યો છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને તેણે 259 વિકેટ ઝડપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement