BPL 2025: ચાલુ મેચ દરમિયાન મેદાનમાં મારપીટ પર ઉતરી આવ્યા બે ખેલાડીઓ, જુઓ VIDEO
બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024-25ની એક મેચમાં એક ગજબનો નજારો જોવા મળ્યો. આ મેચ ખુલના ટાઈગર્સ અને સિલ્હેટ સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાઈ હતી.

Khulna Tigers vs Sylhet Strikers: બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2024-25ની એક મેચમાં એક ગજબનો નજારો જોવા મળ્યો. આ મેચ ખુલના ટાઈગર્સ અને સિલ્હેટ સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન મોહમ્મદ નવાઝ અને તનઝીમ હસન સાકિબ વચ્ચે ઝઘડો થયો હતો. આ બંને વચ્ચેનો હંગામો એટલો વધી ગયો હતો કે સાથી ખેલાડીઓએ તેમના બચાવમાં આવવું પડ્યું હતું. આ વિવાદ મેચની બીજી ઇનિંગ દરમિયાન થયો હતો. ખુલના ટાઈગર્સ ટીમ બેટિંગ કરી રહી હતી. આ બંને વચ્ચેની લડાઈનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં, પ્રથમ બેટિંગ કરતા સિલ્હેટ સ્ટ્રાઈકર્સે ટાઈગર્સને જીતવા માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટાઈગર્સ વતી મોહમ્મદ નવાઝ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. નવાઝે 18 બોલનો સામનો કર્યો અને 33 રન બનાવ્યા. આ ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ હતી. બીજી તરફ સિલ્હટ તરફથી સાકિબ 17મી ઓવર ફેંકવા માટે આવ્યો હતો. તેણે ઓવરના પહેલા જ બોલ પર નવાઝને આઉટ કર્યો હતો.
M.Nawaz & Tanzim Hasan engage in ugly mid-pitch altercation during BPL match Khulna Tigers vs Sylhet Strikers #Nawaz #Tanzimhasan #bpl2025 #cricketnews pic.twitter.com/XanyHSVWNG
— Kazim Hasnain🇵🇰 (@KrickKazim) January 12, 2025
સાકિબ અને નવાઝ વચ્ચે કેમ થઈ હતી તકરાર ?
પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ નવાઝે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પરંતુ આ પછી તેને સાકિબે આઉટ કર્યો હતો. સાકિબ તેને આઉટ કર્યા બાદ જશ્ન મનાવી રહ્યો હતો. આ દરમિયાન તે નવાઝ તરફ ગયો અને તેને કંઈક કહ્યું. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંનેએ એકબીજાને ધક્કો માર્યો અને પછી મામલો વધી ગયો. આ જોઈને સાથી ખેલાડીઓ બચાવમાં આવ્યા અને મામલો શાંત પાડ્યો હતો.
સિલ્હેટે ખુલનાને 8 રનથી હરાવ્યું -
મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. પ્રથમ બેટિંગ કરતા સિલ્હેટે 182 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઝાકિર હસને 75 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 46 બોલનો સામનો કરીને 6 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. જવાબમાં ખુલનાની ટીમ માત્ર 174 રન જ બનાવી શકી હતી. આ રીતે તેને 8 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
IPL 2025: હવે IPLમાં ખેલાડીઓ વચ્ચે ઝઘડો થશે તો મળશે કડક સજા, જાણો શું સજા મળશે ?