IPL 2025: હવે IPLમાં ખેલાડીઓ વચ્ચે ઝઘડો થશે તો મળશે કડક સજા, જાણો શું સજા મળશે ?
IPL 2025ની મેગા ઓક્શન બાદ હવે ચાહકો લીગ મેચોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025 માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે.

IPL Code Of Conduct : IPL 2025ની મેગા ઓક્શન બાદ હવે ચાહકો લીગ મેચોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025 માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે. જોકે, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ અને આઈપીએલના પૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે તે 23 માર્ચથી પણ શરૂ થઈ શકે છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)નું આયોજન ચાર અલગ-અલગ શહેરોમાં કરવામાં આવશે. IPLની શરૂઆત પહેલા મેદાન પર ખેલાડીઓના અનુશાસન સાથે જોડાયેલા ઘણા નિયમો કડક કરવામાં આવ્યા છે. આઈપીએલમાં હવે ખેલાડીઓ જો નિયમ તોડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અનુશાસન તોડવા બદલ ખેલાડીઓને શું સજા થશે ?
ઈન્ડિયન પ્રીમિયર લીગ તેની 2025 સીઝનમાં મેદાન પર ખેલાડીઓની શિસ્તને લઈને ખૂબ જ કડક બની ગઈ છે. હવે IPLમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આચારસંહિતાનું પાલન કરવામાં આવશે. રવિવારે યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલ (GC)ની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ હેઠળ, ખેલાડીઓને લેવલ 1, 2 અને 3 ના ઉલ્લંઘન માટે ICC નિયમો અનુસાર સજા કરવામાં આવશે. ખેલાડીઓએ હવે મેદાન પર નિયમોનું પાલન કરવું પડશે.
ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યએ કહ્યું, "હવેથી, IPLમાં ICC T20 ઇન્ટરનેશનલ રમવાની શરતોનું પાલન કરવામાં આવશે. અગાઉ લીગના પોતાના નિયમો હતા, પરંતુ હવે ICC દ્વારા નિર્ધારિત આચાર સંહિતા લાગુ કરવામાં આવશે."
છેલ્લી સિઝનમાં વિવાદો થયા હતા
ગત સિઝનમાં 10 ખેલાડીઓ સામે આચારસંહિતાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. સૌથી વધુ ચર્ચિત કેસ કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર હર્ષિત રાણાનો હતો. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન મયંક અગ્રવાલને આઉટ કર્યા બાદ ફ્લાઈંગ કિસ આપીને નિયમ તોડ્યો હતો. આ માટે તેને મેચ ફીના 60% દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ સિવાય હર્ષિતે દિલ્હી કેપિટલ્સ સામે પણ ઉલ્લંઘન કર્યું હતું, જેમાં તેની ઉજવણીને "ખૂબ આક્રમક" ગણવામાં આવી હતી. આ માટે તેને તેની મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેને આગામી મેચમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ છતાં, હર્ષિત આ IPL 2024માં અનકેપ્ડ બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો.
Champions Trophy 2025: 1998 ની ચેમ્પિયન ટીમે કર્યું સ્ક્વૉડનું એલાન, ધાકડ બૉલરની ટીમમાં વાપસી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
