T20 World Cup: એશિયા કપ અને T20 વર્લ્ડ કપની ટીમમાં મોહમ્મદ શમીની પસંદગીની શક્યતાઓ, આવી રહેશે શરતો
એશિયા કપ માટે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે આ ફાસ્ટ બોલરને એશિયા કપમાં તક મળી શકે છે.
Indian Squad For T20 World Cup: એશિયા કપ માટે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે આ ફાસ્ટ બોલરને એશિયા કપમાં તક મળી શકે છે. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની ફિટનેસ પસંદગીકારો માટે સમસ્યા બની રહી છે. જેના કારણે એશિયા કપ માટે ભારતીય ટીમમાં મોહમ્મદ શમીની પસંદગી થઈ શકે છે. આ સાથે જ, મોહમ્મદ શમી આગામી T20 વર્લ્ડ કપનો પણ ભાગ બની શકે છે. આ સિવાય શમીને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝમાં પણ તક મળી શકે છે.
'મોહમ્મદ શમીનું વર્કલોડ ઘટાડવા પર ફોકસ'
વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય પસંદગીકારો ઇચ્છે છે કે, મોહમ્મદ શમીનો વર્કલોડ ઓછો થાય. આ જ કારણ છે કે, આ શમીની ટી-20 ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. તો, BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાગ્રસ્ત થયા બાદ મોહમ્મદ શમીને ટીમમાં લાવી શકાય છે. મોહમ્મદ શમી ભારતીય પરિસ્થિતિને સારી રીતે સમજે છે, તેથી તેને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં પણ ટીમનો ભાગ બનાવવામાં આવી શકે છે. જો કે આ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.
બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાગ્રસ્તઃ
ઉલ્લેખનીય છે કે, જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. જો બંને ખેલાડી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય છે તો મોહમ્મદ શમીનું રમવું લગભગ નિશ્ચિત છે. આ જ કારણ છે કે, મોહમ્મદ શમીને T20 ટીમમાં પરત બોલાવવામાં આવી શકે છે. મોહમ્મદ શમી છેલ્લે વર્ષ 2021માં ટી20 રમ્યો હતો. તે ભારતીય T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો. તે જ સમયે, એશિયા કપ માટે ભારતીય પસંદગીકારોએ અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને અવેશ ખાન જેવા ઉભરતા ઝડપી બોલરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચોઃ