Gujarat Policeના કર્મચારીઓના પગારમાં થયો વધારો, જાણો પહેલાં કેટલો હતો પગાર અને હવે કેટલો વધ્યો?
છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના પગારને વધારાવા માટે માંગો થઈ રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી હતી.
Gujarat Police: છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના પગારને વધારાવા માટે માંગો થઈ રહી હતી. ત્યારે આજે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને પોલીસકર્મીઓના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળને મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યા મુજબ, ગુજરાતના પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ જાહેરાત થયા બાદ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને મીઠાઈ ખવડાવીને પગાર વધારાની આ જાહેરાતની ઉજવણી કરી હતી.
પોલીસ કર્મચારીઓના પગારમાં થયો વધારોઃ
15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. આ ભંડોળ મુજબ રાજ્યના પોલીસ કર્મચારીઓના વાર્ષિક પગારમાં નીચે મુજબનો વધારો થશે.
સંવર્ગ | હાલ | નવા | વધારો |
લોકરક્ષક/ A.S.I (ફિક્સ પગાર) | 2,51,100 | 3,47,250 | 96,150 |
પોલીસ કોન્સટેબલ | 3,63,660 | 4,16,400 | 52,740 |
પોલીસ હેડ કોન્સટેબલ | 4,36,654 | 4,95,394 | 58,740 |
ASI | 5,19,354 | 5,84,094 | 64,740 |
મુખ્યમંત્રીએ શું ટ્વીટ કર્યુંઃ