શોધખોળ કરો

MS Dhoni: એશિયા કપમાં MS ધોનીનો રેકોર્ડ તોડવાની રોહિત શર્મા પાસે છે સોનેરી તક

Rohit Sharma As A Captain In Asia Cup:   એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબૂત દાવેદાર દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરશે.

Rohit Sharma As A Captain In Asia Cup:   એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબૂત દાવેદાર દેખાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. પરંતુ શું તમે જાણો છો કે એશિયા કપમાં કેપ્ટન તરીકે ક્યા ખેલાડીના નામે સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે? વાસ્તવમાં આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો કોઈ મુકાબલો નથી.

મહેન્દ્ર સિંહ ધોનીની સરખામણીમાં રોહિત શર્મા ક્યાં છે?

એશિયા કપમાં કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ રન બનાવ્યા છે. એશિયા કપ 2008માં મહેન્દ્ર સિંહ ધોનીએ 327 રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિત શર્મા એશિયા કપ 2018માં ભારતીય ટીમનો કેપ્ટન હતો. રોહિત શર્માએ એશિયા કપ 2018માં 317 રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પછી શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા ત્રીજા નંબર પર છે.

આ યાદીમાં બીજું કોણ કોણ છે?

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ એશિયા કપ 1997માં 272 રન બનાવ્યા હતા. આ પછી પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો નંબર આવે છે. શાહિદ આફ્રિદી એશિયા કપ 2010માં પાકિસ્તાન ટીમનો કેપ્ટન હતો. આ ટૂર્નામેન્ટમાં શાહિદ આફ્રિદીએ 265 રન બનાવ્યા હતા. સાથે જ આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ પણ સામેલ છે. એશિયા કપ 2004માં સૌરવ ગાંગુલી ભારતીય ટીમના કેપ્ટન હતા. એશિયા કપ 2004માં સૌરવ ગાંગુલીએ કેપ્ટન તરીકે 244 રન બનાવ્યા હતા. જો કે એશિયા કપ 2023માં રોહિત શર્મા કેપ્ટન તરીકે કેવી રીતે બેટિંગ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર યોજાનાર એશિયા કપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ રોજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા પાકિસ્તાન જશે. રોજર બિન્ની અને રાજીવ શુક્લા એશિયા કપની ઓપનિંગ સેરેમનીમાં ભાગ હશે. આ પહેલને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સંબંધિત સંબંધો સુધારવાની પહેલ તરીકે પણ જોઈ શકાય છે. એશિયા કપ 30 ઓગસ્ટથી યોજાવા જઈ રહ્યો છે અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાનમાં રમાશે.

આ વખતે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. ઘણા વિવાદ બાદ પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એશિયા કપની 5 મેચ પાકિસ્તાનમાં અને 9 શ્રીલંકામાં રમવાની છે. ભારતીય ટીમ તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે. ફાઈનલ મેચ પણ શ્રીલંકામાં રમાશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget