શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઇન્ડિઝ સામે ધોનીની ટીમ ઇન્ડિયામાં થશે વાપસી? ધોનીનો પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ થતાં અટકળો તેજ.....
કેટલાક લોકો માની રહ્યા છે કે આગામી મહિને વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 અને વનડેમાં ધોની રમી શકે છે. જોકે, આ વાતની હજુ સુધી કોઇ પુષ્ટિ નથી
નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ નજીક આવી રહ્યો છે, ટી20 સીરીઝમાં ઋષભ પંત સતત ફેઇલ થઇ રહ્યો છે. ત્યારે લોકોને ફરી એકવાર ધોની પર આશા જાગી છે. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. તાજેતરમાંજ ધોનીનો પ્રેક્ટિસ કરતો એક વીડિયો વાયરલ થતાં ફેન્સમાં ધોનીની વાપસીની આશા જાગી છે.
કેટલાક લોકો માની રહ્યા છે કે આગામી મહિને વેસ્ટ ઇન્ડિઝ સામે ટી20 અને વનડેમાં ધોની રમી શકે છે. જોકે, આ વાતની હજુ સુધી કોઇ પુષ્ટિ નથી. કેમકે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે ખુદ કહ્યું છે કે અમે ધોનીથી આગળ વધી ગયા છે.
વીડિયો વાયરલ.....
હાલમાં ધોનીનો જે વીડિયો વાયરલ થયો છે તે તેના હૉમ ગ્રાઉન્ડ રાંચીને છે. 38 વર્ષીય ધોનીએ રાંચીના ગ્રાઉન્ડમાં ફરી એકવાર ક્રિકેટ માટે પ્રેક્ટિસ કરી હતી. જોકે, હાલના સમયમાં ધોનીની વાપસીના સમીકરણ ખુબ ઓછા છે.
વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત.... આગામી મહિના ડિસેમ્બરમાં ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે 3 વનડે અને 3 ટી20 મેચ રમવાનુ છે, જો આ સીરીઝમાં ધોનીની વાપસી થાય તો ફેન્સ માટે સારા સમાચાર ગણી શકાય. ધોનીની ક્રિકેટ કેરિયર.... ધોનીએ બાંગ્લાદેશ સામે 23 ડિસેમ્બર, 2004ના દિવસે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેને ભારત માટે 90 ટેસ્ટ મેચ, 350 વનડે, 98 ટી20 મેચ રમી છે. ધોનીએ 90 ટેસ્ટમાં 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા છે. વળી, 350 વનડેમાં 50.6ની એવરેજથી 10773 રન બનાવ્યા છે. 98 ટી20માં ધોનીએ 37.60ની એવરેજથી 1617 રન બનાવ્યા છે.MS Dhoni spotted training at JSCA after a long break.???? And we can hardly wait to see him back! #MSDhoni #Dhoni #DhoniWeMissYouOnField pic.twitter.com/urlQUA0j6C
— salman khan / ms dhoni (@MsDhoni34810725) November 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement