શોધખોળ કરો
Advertisement
ધોનીના સન્યાસ બાદ સુશાંત સિંહ અને ધોનીનો વીડિયો વાયરલ, સાંભળો બન્ને એકબીજાને શું કહી રહ્યાં છે, VIDEO
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો હીટ એટલા માટે થઇ રહ્યો છે, કેમકે આને સુશાંત સિંહના ફેન અને ધોનીના ફેન દ્વારા જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોનીની બાયૉપિકમાં ધોનીની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ ગઇકાલે સાંજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દીધી. 39 વર્ષી ધોની હવે માત્ર આઇપીએલમાં જ રમતો દેખાશે. ધોનીના સન્યાસ બાદ સોશ્યલ મીડિયા પર તેની યાદોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એટલા માટે ખાસ છે કેમકે આમાં ધોની દિવંગત અભિનતા સુશાંત સિંહ રાજપૂત સાથે દેખાઇ રહ્યો છે.
ખાસ વાત છે કે, સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો હીટ એટલા માટે થઇ રહ્યો છે, કેમકે આને સુશાંત સિંહના ફેન અને ધોનીના ફેન દ્વારા જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મહેન્દ્ર સિંહ ધોનીની બાયૉપિકમાં ધોનીની ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા.
વાયરલ થયેલી વીડિયોમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને મહેન્દ્ર સિંહ ધોની એકબીજાને સાયકલિંગ વિશે વાત કરી રહ્યાં છે. આ વીડિયો 2016માં આવેલી ધોનીની બાયૉપિકને લગતો છે.
ધોની, ફિલ્મને લઇને સુશાંત દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ વિશે પુછતો દેખાઇ રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં ધોની બોલતો દેખાઇ રહ્યો છે. મારા વિશે બહુ રિસર્ચ કરી છે ને, હવે હુ કેટલાક સવાલો પુછુ છુ... જવાબ આપજે તેના. વળી આના જવાબમાં સુશાંત પણ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે અને તમામ સવાલોના સાચા જવાબો આપે છે.
નોંધનીય છે કે, વર્ષ 2016માં આવેલી ફિલ્મ એમએસ ધોની- ધ અનટૉલ્ડ સ્ટૉરી....ને લઇને સુશાંતને જબરદસ્ત પ્રસંશા મળી છે. સુશાંતે આ ફિલ્મ માટે લગભગ બે વર્ષ સુધી તૈયારીઓ કરી હતી. ક્રિકેટની પ્રેક્ટિસથી લઇને ડાયલૉગ અને પરફોર્મન્સ જબરદસ્ત ફિનીશ આપ્યુ હતુ. બાદમાં ધોની અને સુશાંત સારા મિત્રો પણ બની ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement